________________
દેવ-ગુરૂ-ધર્મ
૨૧૭ લુ કહે, તે પણ શાહુકાર તે પાગલ ઉપર બદનક્ષીની ફરિયાદ માંડતું નથી.
સારાંશ એ છે કે અજ્ઞાની વાંક કરે છે, તે પણ જ્ઞાની એ વાંકની ક્ષમા આપે છે. જીવ અજ્ઞાની છે, ઈશ્વર જ્ઞાની છે, તે પછી જીવ ભૂલ કરે, તે પણ જ્ઞાની ઇશ્વરે તે એ ભૂલની સજારૂપ રોગ, મત, કે દુઃખ તેને ન આપતાં ક્ષમા આપવી જોઈએ. પણ તેમ ન કરતાં ઈશ્વર તે અજ્ઞાની જવને દુઃખ, ગ, જન્મ, મરણ આપ્યું જ જાય છે, તે પછી ઈશ્વરને દયાળુ કેમ કહેવાય? ગાંડે ગાળે આપે અને ડાહ્યો તેને મારવા દોડે, તે એ ડાહ્યો પણ ગાંડ જ કરે છે, અર્થાત્ ઈશ્વર પણ જે અજ્ઞાની અને સજા કરે તે પછી તેનું દયામયપણું જરૂર નાશ પામે છે.
પરમેશ્વરને પક્ષપાત, હવે ઈશ્વરની નિષ્પક્ષપાત વૃત્તિની ખબર લે. ઈશ્વરવાદીએ એમ કહે છે કે ઈશ્વર તે નિષ્પક્ષપાતી છે અને તેણે જ જગતનાં સઘળાં પશુ, પક્ષી, પ્રાણી, પદાર્થો આદિ બનાવ્યા છે.
વારૂ, હવે એ નિષ્પક્ષપાત વૃત્તિને જોઈએ.
પૃથ્વી, પાણી, વનસ્પતિ વગેરે જીવે છે અને મનુષ્ય, પશુ, પક્ષી વગેરે પણ જીવ છે. બધા જ ઈશ્વરે જ નિર્માણ કર્યા છે. છતાં પહેલા ત્રણને ભેગ્ય બનાવી દીધા અને બીજા ત્રણને ભેતા બનાવી દીધા. હવે સ્વાભાવિક રીતે જ એવો પ્રશ્ન ઊભું થાય છે કે જે ઈશ્વરે જ સઘળા જીવો પેદા કર્યા તે માણસે શું ઈશ્વરનું સારું કર્યું કે જેથી તેને તેણે બીજા જીવોની અપેક્ષાએ સર્વશ્રેષ્ઠ કર્યો ? અમુક જીને ભકતા કર્યા અને અમુક છોને ભગ્ય કેમ કર્યા? આ ઉપરથી જણાય છે કે જગતને પેદા કરનારા ઈશ્વરને આપણે પક્ષપાત વિનાને પણ નથી માની શકતા.
ફળદાતા કોણ? કર્મ કે ઈશ્વર? હવે કર્મનો સિદ્ધાંત તપાસી જોઈએ. આત્મા કર્મનું ફળ ભિગવે છે તે ફળ ઈશ્વર આપે છે કે કર્મમાં જ ફળ આપવાની કઈ