SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ આનંદ પ્રવચન દર્શન અંધારું હોવાથી રસ્તે જડતું નથી, કેઈ એક મનુષ્ય દીવાસળી સળગાવીને કાકડે કર્યો અને તે કાકડાથી બીજાઓએ કાકડા કર્યા. અજવાળું એકદમ પ્રસરવા માંડયું. રસ્તા હાથ લાગવાથી બધા પોતપિતાના ઈષ્ટને મળવા ઉતાવળા થયા. દરેકના કાકડામાં ફરક નથી છતાં શિરપાવ કોને અપાય ? ધવળમંગળ કોનાં ગવાય? કહેવું પડશે કે પ્રથમ દીવાસળી સળગાવી કાકડે કરનારના. તેવી જ રીતે શ્રી તીર્થંકરદેવ સ્વયંસંબુદ્ધ, પિતાની મેળે બેધ પામનારા, સંસારના સમસ્ત પદાર્થને અસાર જાણનારા, જાણીને છોડવાવાળા, અને છોડયા પછી પણ કેવળજ્યોત પ્રગટ ન થાય ત્યાં સુધી પોતાના ભાવમાં મસ્ત રહેવાવાળા, સ્વયં આત્મબળે ઘાતી કર્મને કરચરઘાણ કાઢી કેવળજ્યોત પ્રગટાવનારા અને તે જ કેવળતને અવલંબને બીજાઓએ કેવળતિ પ્રગટાવી. આથી તે આ શાસનમાં ધવળમંગળ પ્રથમ જ્યોત પ્રગટાવનારનાં જ ગવાય છે. નમુથુણંમાં કહેલ સ્વયં સંબુદ્ધાણં'માં પદ આ વાતને બરાબર ફુટ કરે છે. તીર્થકરે બધા સ્વયંસંબુદ્ધ હેય પણ કેવળીઓ બધા સ્વયંસંબુદ્ધ ન હોય, આ જગતરૂપ અંધેર ગુફામાં આથડિયાં મારનાર જેની મૂંઝવણ ટાળનાર તીર્થસ્થાપક તીર્થકરો છે, અને એ તીર્થકરે કેવળજ્યોત પ્રગટ કરવામાં કેટલી જહેમત ઉઠાવે છે તે તેમના જીવન-પ્રસંગો વાંચનારાઓ અને વિચારનારાઓ સહેજે સમજી શકે તેમ છે. પોતાના જ્ઞાનબળથી જ સંસારને ત્યાગ કર્યો, ધર્મ પાળે, ચારિત્ર લીધું, ચારિત્ર પાળ્યું અને કોઈના પણ સહકાર વગર સાધ્યને સિદ્ધ કર્યું !!! દેવાધિદેવની વિશિષ્ટતા. પોતાની મેળે તત્વને ધારણ કરે, તત્વ પ્રમાણે પોતાને ફળ મળે ત્યાં સુધી સુદઢ રહે, અને બીજાઓ તે તેમના અવલંબને તત્વમાં સ્થિર રહે. તત્વમાં ડામાડોળ થવાની તૈયારી થતા ધર્મ સાંભળે, સહાય
SR No.023315
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy