________________
300
આનંદ પ્રવચન દર્શન
તમારી શક્તિ નથી તીર્થકર ભગવાને એ જે કહેલ છે, તે જ ધર્મ અને તત્વ છે, અને જે ધર્મ અને તત્વ છે તે જ તીર્થકર ભગવાને કહેલ છે, એ અટળ નિર્ણય અહીં લેવાનું છે તેથી જે “વિનાનત્ત તત્ત, ઘો વિનાનો અને વરી વિનો એ ત્રણે વસ્તુને આધાર અહીં લેવાને છે. કેવળી મહારાજાનું વચન અધર્મને ધર્મ બનાવતું નથી. અને તેઓ ધર્મને અધર્મ કહે તેથી ધર્મ અધર્મ થઈ જતું નથી, પરંતુ આપણે બંને બાજુથી તેમને નિયમ એટલા માટે માન્ય રાખીએ. છીએ કે આપણું પોતાનામાં જ્ઞાન નથી. ધર્મ, તત્ત્વ અને શાસન તો જે છે તે જ છે, પરંતુ એને પારખી લેવાની આપણુમાં તાકાત નથી. એટલા જ માટે આપણે ભગવાનનાં વચનને જ પ્રમાણ માનવાનાં છે.
જેઓ સેનું ઓળખી શકે છે, જેણે સેનાની પરીક્ષા કરવાની શક્તિ મેળવી છે, તે પિતે સોનું ખરીદવા માટે ચાર્ટર બેંકની છાપ ન જુએ તો પણ ચાલી શકે. પરંતુ જે અજ્ઞાન છે કે જેને સેનાની પરીક્ષા નથી, તેને તો કદી ન લેતાં ચાર્ટર બેંકની છાપ છે કે નહિ એ જ જોવાનું રહ્યું. આપણને કેવળજ્ઞાન, મન પર્યાવજ્ઞાન, અવધિજ્ઞાન, ચૌદપૂર્વ ઈત્યાદિ થયાં નથી, ત્યાં સુધી સ્વતંત્ર રીતે ધર્મ, તત્વ અને શાસનને પારખવાની લાયકાત જ આપણામાં નથી. આપણામાં એ લાયકાત નથી તેથી જ આપણને કેવળી જે કાંઈ કહે છે, તે જ એ બાબતમાં માનવાનું રહ્યું છે. જે આપણામાં સ્વતંત્રપણે ધર્મવસ્તુ, તત્વ વસ્તુ અને શાસન વસ્તુ પારખવાની લાયકાત નથી તો પછી આપણે એ વસ્તુઓ લેવી કઈ રીતિએ અને કયે હિસાબે ? સેનું પારખવાની તાકાત નથી જ એટલે સૌથી સારો ઉપાય તરીકે આપણે બેંકની છાપ જોઈએ છીએ, તે જ પ્રમાણે ધર્મતત્વ પારખવાની તાકાત આપણામાં નથી તે તેને જ અંગે આપણે શ્રીમાનું તીર્થકર દેવેનું કથન જોઈને, તેઓ જે કાંઈ કહે તેને ઉભય પ્રકારે ઉપરને નિયમ લાગુ પાડીને, એને જ ધર્મ માનવાને છે.