________________
પંડિતજીની પ્રતિભા
( ૨૮૯) સેપેલી. પિતે જીભના રશીયા હતા. મીઠું બોલતા અને મીઠું મીઠું ખાતા ખાય એાછું પણ ઉત્તમ પદાર્થ ખાતાં મને પણ ખવરાવતા, મેસુબ-મોતીઆ લાડવા એમને ઠીક ભાવે ઉત્તમ આંબા પણ ખાય અને ખવરાવે. ચા, કેફી ને કેકમાં કેસર-જાફરાન નખાવીને બનાવરાવે.
પંડિત લાલનની ખુબીઓ? લેવા કરતાં દેવામાં આનંદ પામ એ એમની ખાસીયત. વ્યાજબી કિંમત કરતા અદકું આપવું. હલકે વિચાર મગજમાં પેસવા દે નહિ. કઈ જ પિસી જાય તે મુખથી ઉચ્ચાર કર નહિ, સવીછવ કરૂં શાસન રસી, ઈસી ભાવ ક્યા મન ઉલસી. દેષ કેઇના પણ ન જુએ, ગુણ સવે કેઈના જોતા રહે. ઓછામાં ઓછું બેલે અને વધારેમાં વધારે કામ કરે. મન વાણી અને દેહમાં એક્ય સાધવા સતત પ્રયત્ન કરે. વિરોધી કેઈને પણ ન ગણે, બધા સાથે સમભાવ રાખે.
ખૂબ ખૂબ જાણકાર છતાં દરેક બાબતમાં જિજ્ઞાસુ બુદ્ધિ રાખે.
મિષ્ટાન્ન આરોગવું અને મિષ્ટ ભાષા બેલવી એ એમને નિશ્ચય કરેલો અફર સિદ્ધાંત.
ગંભીર વ્યક્તિઓ સાથે ખૂબ ગંભીર બનીને રહે અને હાસ્ય પ્રિય બંધુઓની સાથે ખૂબ ખૂબ હસે અને હસાવે ૧૯