________________
પંડિતજીની પ્રતિભા
( ૨૭૯ ) સબળ ક્ષમી નિર્મદધની, કેમળ વિદ્યાવંત; ભૂ ભૂષણ એ તીન છે, ઉપજત અવર અનંત,
પૂ. પંડિતજી વિદ્વાન -સમર્થ વિદ્વાન હોવા છતાં, એમનામાં પોતાના જ્ઞાનને ઘમંડ નહોતે. અંગ્રેજી, સંસ્કૃત, પ્રાકૃત, હિંદી, મહા રાષ્ટ્રીયન ભાષાનાં અને જૈન વામયના એઓશ્રી ઉંડા અભ્યાસી હતા, સમર્થ વક્તા હતા. કલાકોના કલાકે લગી હજારો શ્રોતાજનેને પોતાના પ્રવચનમાં તન્મય બનાવી શકતા હતા. ભારતવર્ષની જૈનજૈનેતર પ્રજામાં એમના હજારે પ્રશંસકે અને અનુયાયીઓ હતા. યુરોપમાં પણ ઘણા ઘણા વિદ્વાન પુરૂષોને એમણે પિતાની વાણીથી આકર્ષેલા. ઉચ્ચકેટિન શ્રેથે એમણે લખ્યા છે. શ્રેષ્ઠ કાવ્યે રચ્યા છે. ગુજર્જરી પ્રજામાં એક સમર્થ વિદ્વાન તરીકેની એમની ગણના છે. એવા શક્તિસંપન્ન પુરૂષ હોવા છતાં એમણે પોતાની પ્રતિભાને કયારેય ગર્વ કર્યો નથી. એટલે પંડિતજી વિદ્યાવંત હોવા છતાં કેમળ હતા અને તેના લીધે એ ભૂ ભૂષણ સ્વરૂપ હતા એમ મને હમેશાં લાગ્યા જ કર્યું છે.
અને બીજી યાદ એમને વિચાર કરતી વખતે શ્રી નલીયા જૈન બાલાશ્રમના સાધુચરિત સેવાભાવી ગૃહપતિ , શ્રી જયચંદભાઈ નથુભાઈની આવી છે.
શ્રી જયચંદભાઈ પૂર્વજન્મના સંસ્કારના બળે બાલપણાથી જ યોગના અભ્યાસ તરફ વળેલા. જંગલમાં જતા, ગુફાઓમાં જતા, ગની સાધના કરતા. પવન અને પાણી ભરખીને રહેવાના પ્રયોગ કરતા દીક્ષા લેવાની ભાવનાથી