________________
(૨૬)
- પંડિત લાલન સિદ્ધાંતે સંબંધમાં જે સમજ આપી છે એ આજે પણ હરકોઈ વાચકના અંતરને જાગૃત કરી આનંદBર છે. તેઓ સુપ્રસિદ્ધ વક્તા હતા તેમ સિદ્ધ હસ્તલેખક પણ હતા જ. એમની કીર્તિ-મર્યાદા માત્ર ભારતવર્ષ પુરતી નોતી રહી. પણ અમેરિકા, ઇગ્લાંડ જેવા દૂર દેશમાં જે સુવાસ પ્રસરી હતી એના બળે એક કરતાં વધારે વાર તેઓ ત્યાં ગયા હતા.
એમના કાળમાં પરદેશ ગમન માટે શ્રીયુત વીરચંદ રાઘવજી ગાંધી જેવી સંપ્રદાય કટ્ટરતા નહોતી. પરદેશ જનારા જૈન ધર્મથી ચલિત થાય છે કિવા અણછાજતે આહાર કરે છે એવી માન્યતા નામશેષ થઈ ચુકી હતી, એટલે એ દિશામાં પંડિતજીને કેઈની પણ ટીકાના ભંગ નહેતું બનવું પડ્યું. શ્રી શત્રુંજયગિરિના એક પ્રસંગે લાલનશીવજીની જોડીને જેન તેમજ જૈનેતર જનતામાં એટલી હદે મશહૂર બનાવી કે આજે શ્રીયુત શીવજીભાઈ, સ્મૃતિ ગ્રંથ માટે કદાચ પ્રયાસ ન કરતે તે પણ લાલનસાહેબની મૃતિ વર્તમાન પેઢી તે કદીપણ વિસ્મૃત ન જ કરત. એ જેડીએ તે વેતાંબર કેન્ફરન્સને હલાવી મૂકી હતી.
ચીકાગોની સર્વ ધર્મ પરિષદ માટે જેમ સ્વર્ગસ્થ આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયાનંદસૂરિની નજર શ્રીયુત્ત વીરચંદ રાઘવજી ગાંધી પ્રતિ વળી હતી. તેમ લંડનમાં ભરાતી પરિષદ માટે સ્વર્ગસ્થના પટ્ટધર શ્રીમદ્ વિજય વલભસૂરિની નજર શ્રીયુત લાલનસાહેબ પ્રતિ વળી હતી. વડે દરામાં આત્મારામજી મહારાજની શતાબ્દિ ઉજવાઈ રહી હતી. ત્યાંથી જ ગુરૂદેવે પંડિતજીને જવાને આદેશ કર્યો