________________
[૨૬]. છે? તેનાથી શા લાભ થાય અને આત્મકલ્યાણ કેમ સાધી શકાય તે એવું રસપૂર્વક સમજાવે કે એ ગાથા તે પ્રત્યેકના હદયમાં જડાઈ જાય.
તેઓ વ્યાખ્યાન માટેની તૈયારી પણ એવીજ કરે. જ્યારે જુઓ ત્યારે તેઓ ગ્રંથરત્નનું વાચન કરતા જ હોય મનન ચિતન પણ ચાલતું હોય. તેમણે પોતાનું ઘર જ્ઞાનશાળા બનાવી હતી. એ ઘર જ્ઞાનચર્ચા માટે કે જ્ઞાનના પઠન પાઠન માટે વપરાય એ ઉદેશથી તે ઘરનું ટ્રસ્ટડીડ કર્યું હતું. તેની વ્યવસ્થા કેડાયની સદાગમ પ્રવૃત્તિ સંસ્થાના ટ્રસ્ટીએને સોંપી હતી. પિતાના ઘરમાં પુસ્તક ભંડાર રાખ્યો હતો. તેમાં તેમની ખરી દેલત હતી. તે ભંડારમાં જેટલી હસ્ત લિખીત પ્રતે હતી તે તમામ તેમણે પોતે સંશોધન કરેલી હતી. લગભગ બાર કલાક તેમના શાસ્ત્ર શોધન અને વ્યાખ્યાન આદિમાં પસાર થતા હશે.
તેઓ સામાન્ય પ્રસંગમાંથી તાત્વિક પ્રસંગ ઉપસાવી કાઢતા. નાની વાતમાંથી કલાકના કલાક સુધી બેલી શકતા. તેમની જ્ઞાનદ્રષ્ટિ બહુ નિર્મળ હતી. અભ્યાસ તે તેમણે શેડે કર્યો હતો પણ મનન ચિંતન દ્વારા તેમના આત્મામાં પ્રકાશ પ્રગટ હવે તેમની વાણીમાં જાદુ હતે.
એક સુંદર ગાથા તેમણે સંભળાવી હતી તે આજે આ વૃદ્ધાવસ્થામાં પણ મારા હૃદયમાં એવી તે જડાયેલી છે કે તે વીસરી શકાશે નહિ.