________________
( ૧૬ )
પંડિત લાલન
દશાને માટે અસહ્ય હતું. આ કારણે પંડિતજીના વિચારીએ જૈન સમાજમાં ક્ષોભ ઉભું કરવા માંડયો. એ વખતે એક માણેકજી નામના પારસી ગૃહસ્થ પંડિત લાલનના પરિચયના પરિણામે જૈન ધર્મ અંગીકાર કર્યો. પારસી ન થઈ શકે જ કેમ? તેને જૈન તરીકે સ્વીકારી જ કેમ શકાય ? માણેકજી શત્રુંજય આવ્યા, આદીશ્વર ભગવાનની તેમણે પૂજા કરી. આ બધું સાંભળીને તેમના વિશે અને તેમને પંડિત લાલનને ટેકે છે એમ સમજીને પંડિત લાલન ઉપર જેને સમાજ ખુબ ખળભળવા લાગ્યો. જેનોમાં પાંચ પ્રતિકમણની પરંપરાગત માન્યતા છે. આ પાંચ પ્રતિક્રમણ તે દિવસનું રાત્રીનું, પાક્ષિક, ચૌમાસિક અને સાંવત્સરિક આ અનુક્રમને લંબાવીને પંડિત લાલને એમ પ્રતિપાદન કર્યું કે આ ઉપરાંત એક આ ભવનું અને બીજું ભભવનું એમ બે પ્રકારના પ્રતિક્રમણે ઉમેરાવા જોઈએ. જેના સમાજના આગેવાન અને સાધુઓને લાગ્યું કે આ તે કેવળ મિથ્યાત્વ, નાતિકતા છે. મંદિરમાં નર્કનાં ચિત્રો
જ્યાં ત્યાં આલેખવામાં આવતા હતા. પંડિત લાલને સૂચવ્યું કે આ મુજબ સ્વર્ગના ચિત્ર પણ આલેખવા જોઈએ કે જેથી સત્કર્મોનાં શુભ ફળને પણ લોકોને ખ્યાલ આવે અને પરિણામે શુભ કર્મ કરવાને લેકે પ્રેરાય, આ તે વળી કેવી વાત? આજ સુધી કેઈને ન સૂઝયું અને પંડિત લાલન એવા તે કેણ કે આવી વાતે કરે? એવામાં પંડિતજીએ જાણીતા દિગંબર આચાર્ય શ્રી મેગીન્દ્રદેવના રચેલા મૂળ સંરકત “સ્વાનુભવ દર્પણ” નામના ગ્રંથને અનુવાદ