________________
મૃત્યુ મરી ગયું' રે લાલ
( ૧૬૯ ) બી. એ. ને મેાકલવાનું ઠરાવ્યુ અને તે તે અમેરિકા ઉપડી ગયા. પંડિત લાલનને ભાવના જાગી કે હું પણુ જાઉં તે ! પણ વસુદેવ-નાણાનું શું ? ભાવના એવી પ્રજવ લિત હતી કે તે મિત્રાને મળ્યા. શ્રીમતાને મળ્યા અને કામ થઈ ગયું. બીજી જ સ્ટીમરમાં પંડિતજી ઉપડ્યા અને અમેરિકામાં ઝડા વર્ષ રહ્યા. ત્યાં. જૈનધમ, જૈનઆચાર, અહિંસા અને જૈન તત્વજ્ઞાનના પ્રચાર કર્યો.
અમેરિકાથી પાછા આવ્યા અને મને તેમના સત્સંગ થયા. મે'તેમને ધમ પિતા માન્યા. તે મારા માર્ગદર્શક બન્યા.
પંડિતજી કચ્છ આવ્યા અને કચ્છમાં ધર્મ પ્રભાવના કરી. પછી તેા તેઓએ યેાગાભ્યાસના વર્ગો શરૂ કર્યાં. જ્યાં જ્યાં ગયા ત્યાં ધર્મના દીવડા પ્રગઢાવ્યા. તેમની મીઠી મધુરી સુધાભરી વાણીએ જાદુ કર્યો અને સુપ્રસિદ્ધ વક્તાએ હુરાની માનવમેદનીને મંત્રમુગ્ધ કરી.
પંડિતજી સામાયિકના એવા તે રક્રિયા હતા કે જ્યાં જ્યાં જતા ત્યાં સામાયિકના પ્રયાગેા કરાવતા અને સામાન્ યિકના સંશોધનમાં તે મસ્ત બની જતા. હજારો વિદ્યાર્થીઓ અને બહેન ભાઇઓએ તેમના સામાયિકના પ્રયાગાના લાભ લીધા છે. અને આજે પણ એ દિવ્ય દૃષ્ટિ હૃદયે હૃદયમાં ભરી પડી છે.
પંડિતજી એવા અભ્યાસી હતા કે તેમનુ' વાંચન– મનન–નિદિધ્યાસન ચાલુ જ હોય. ૯૦-૯૨ વર્ષની ઉંમરે પણ તેની અભ્યાસની પિપાસા એવી જ તીવ્ર હતી. અને તેઓ પેાતાને હમેશા વિદ્યાર્થી માનતા હતા.