SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૦૮) પંડિત લાલને સ તરત પલાયન થઈ જાય છે, અને આપણા જીવનરૂપ ચંદનની રવાભાવિક અમૃતમય સુગંધી પર જેસમાં મહેકી રહે છે. આ પુસ્તિકાના પ્રવેશમાં ૪૬ પૃષ્ઠમાં એવું તે સુંદર ઉચ્ચ વિવેચન કર્યું છે જે જૈન ધર્મના હાર્દને દર્શાવે છે. દેહથી પર એવા આત્મસૂર્યના પ્રકાશમાં આવવા માટે આ સામાયિકના પ્રયોગ ઘણા જ ઉપયોગી છે–તેથી સંપૂર્ણ પ્રકાશની જેમ સંપૂર્ણ જ્ઞાન પ્રકાશમાં પ્રત્યેક ચિરશાંતિ માણી શકે છે. આ સંસારરૂપી મહાસમુદ્રમાંથી તરવાને સામાયિક રૂપ સ્ટીમર મળેલ છે. નૌકાધિપતિ શ્રી મહાવીર છે. આપણે મુસાફરો છીએ, એ સ્ટીમરમાં બેસવા માટે ૪૮ મીનીટ જેટલા વખતની કીંમત આપી સામાયિકની ટીકીટ ખરીદીને જે આપણે સામાયિક રૂપ સ્ટીમરમાં ચડીએ તે જૈન શાસકારે પકારી પિકારીને કહે છે કે-જે સ્થિતિ ઉપર શ્રી વીર પ્રભુ પહોંચ્યા છે તે જ સ્થિતિએ તમે પહોંચશે. આ ટીકીટ ખરીદીને અનંત આત્માઓ ત્યાં પહોંચ્યા છે. હજી અનંતા પહોંચશે-આપણે પણ ત્યાં પહોંચવા આત્માને તેજસ્વી બનાવીએ. આ પુસ્તિકામાં સામાયિકના સૂત્રોઅર્થ-ભાવ આપેલ છે. વિશેષતા તે એ છે કે આઠ પ્રકારના સામાયિક ગણાવી દરેક પ્રકારના સામાયિક ઉપર તેને વિશેષ ધ થવાને માટે એક દષ્ટાંત આપેલ છે.
SR No.023314
Book TitlePandit Lalan
Original Sutra AuthorN/A
AuthorShivji Devshi Madhadawala
PublisherShivsadan Granthmala Karyalay
Publication Year1960
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy