________________
માનવ-ગીતા
[ ૨૨ ] પંડિત લાલને અમેરિકામાં Gospel of man પુસ્તક લખ્યું હતું. તેમાં સુપ્રસિદ્ધ તત્વચિંતક શ્રી એમર્સનના નિબંધમાંથી નિષ્કર્ષ લઈને પિતાની સાદી સીધી સરળ ભાષામાં ઉતારેલ છે.
પુસ્તકના વિવેચનમાં પંડિતજી ખૂબ ઉંડા ઉતર્યા છે. અને તેમણે પૂર્વ અને પશ્ચિમના વિચારકે એમર્સનાના લખાણેમાં જનતા રસ લેતી થાય તે ઉદ્દેશથી પુસ્તિકા લખી છે. તેનું નામ તેમણે માનવગીત આપ્યું છે. અને તે સૂચક પણ છે.
આ પુસ્તિકાનું આમુખ વિકતવર્ય શ્રીયુત જગમંદરલાલ જેની એમ. એ. બેરીસ્ટર-એટ-લે એ વિદ્વતાપૂર્ણ ભાષામાં લખી આપેલ છે. આ પુસ્તિકાના સુધાલય અમૃત વચને આપણે જાણીએ-માણીએ અને તેને માનપૂર્વક સમજીને આપણા અંતરને અજવાળીએ તે પંડિત લાલન સાહેબને પરિશ્રમ સફળ થય ગણાશે.
માણસ એ શરીર નથી. પણ શરીરવાળે આત્મા છે.