________________
ગુણોનું બહુમાન
( ૬૫ )
સર વીસનજીને ત્યાં જમવામાં અનેક વાનગીઓ મળતી અને કચ્છમાં ખીચડી અને બાજરાના જાડા રોટલા મળતા તે તેમાં તેઓ મેઝમાં રહી શકતા. તેઓ મહીનાના મહીનાઓ કચ્છ કડાયમાં કુમારી પાનબાઈ પાસે રહેતા અને ભુજપુરમાં ભાઈ વેલજી મેઘજીને ત્યાં રહેતા. તેમને સત્સંગ સૌને પ્રિય થઈ પડત. તેઓ બાળક પાસે બાળક જેવા અને વૃદ્ધા પાસે વૃદ્ધ જેલ થઈ શકતા. ખુશ રહેવું અને ખુશ રાખવું એ તેમને સહજ હતું. તેમના જીવનમાં એ વણાઈ ગયું હતું.