________________
પડિત લાલન
( ૫ )
અને પ્રવેશ થતાં અંતર આત્મા થવાય છે. પછી તા પરમાત્મ દર્શનની કુંચી બતાવતા જન્મ્યાતિ દર્શન અંતરાત્મામાં પ્રતિબિંબ રૂપે કેમ દેખાય તે દર્શાવે છે.
આ સમજાવવા એક મનેાહર કલ્પના આવે છે, એક કુંડમાં જળ પરિપૂર્ણ ભરેલું છે, તેની વચ્ચે કુવારા છે, કુવારાને મથાળે છિદ્રો છે, તેમાં જળ કણા ઉડે છે. એજ રીતે આત્માનુ' અનંત શક્તિ રૂપી જળ મનરૂપ ફુવારામાં થઇ ઈંદ્રિયા રૂપ છિદ્રમાંથી નીકળી બહાર આવતું જણાય છે, એથી જ આત્માની બહાર આવેલી શક્તિઓને અહિરાત્મા પેાતાની માની રહ્યો છે અને કુંડમાં ભરેલુ' અન’ત શક્તિરૂપી જળ તેને દેખાતુ' નથી. હવે જો અંતરાત્મા થઇ, ઇંદ્રિય દ્વારમાંથી નીકળતુ જળ અને કુંડમાં ભરેલું જળ એ ઉભય દેખાઈ રહે તેા સકળ શક્તિ રૂપ જળમાં એકાત્મતા થઇ રહે અર્થાત્ અંતરાત્મા પરમાત્મા રૂપ થઈ જાય.
આત્મા અખંડ છે એ વિષે પડિતજીએ અમેરિકાના ચિકાગાનગરમાં પાતાની પાસે અભ્યાસ કરતી મિસીસ નારાપેટ્રી નામની એક બહેનના પ્રશ્નના જે જવાબ આપ્યા છે, તે ખૂબ સમજવા જેવા છે.
*
મિસીસ નારાપેટ્રીએ કહ્યું,' મને મારા પતિમાં પતિભાવ, મારી પુત્રી ઇલામાં પુત્રીભાવ, મારામાં નારાભાવ, એમ હાવાથી પ્રેમ વહેંચાઈ જતા નથી શું! તમારામાં ખંધુત્વ ભાવ આવવાથી તેા ચાર ભાગમાં વહેંચાઈ જાય છે. એમ એક જ પ્રેમની ચાર સંખ્યા થઇ, હવે સર્વ મનુ