________________
[૧૨ ] પ્રમાણે પહેલી આવૃત્તિમાં શ્રી માણેકજીભાઈ પીતાંબરનું ચરિત્ર આપવામાં આવ્યું.
સદ્ભાગ્યે પ્રથમ આવૃત્તિ મિત્રા, આપ્તજનાને ખૂબ ગમી. બીજી આવૃત્તિની માગ ઉભી થઇ તે પછી મારે મુંબઈ જવું પડ્યું અને ત્યાં હું બિમાર પડયા. અશાડ વદ ૫ ના હું મુંબઈમાં બિમાર પડયેા તે શ્રાવણ શુક્ર ૧૫ સુધી મુંબઇમાં બીછાને રહ્યો તે પછી શ્રાવણ વદમાં હું પારાલા ગયા ત્યાં પર્યુષણ પર્વ સુધી રાકાયા. ત્યાંથી ભાદરવા વદ પાંચમના વિદાય થયા તે મુંબઇ ગયા અને ત્યાંથી દહેલી શ્રીમતી કૃષ્ણા મહેતાની માટી દીકરીનાં આશે। વદ ૮ ને રવિવારનાં લગ્ન હતાં તેથી ત્યાં ગયા. પંદર દિવસ તે વખતે હું દહેલીમાં રહ્યો ત્યાંથી આશેાવદ ૧૩ ના મુંબઇ આવ્યેા. દિવાળી મુંબ ઇમાં કરી અને સંવત ૨૦૧૬ના કાર્તિક શુદ્ઘ ૮ ને રવિવારે ભુજમાં શ્રીમતી ઇંદીરા ગાંધીના હાથે શ્રી રામજી રવજી લાલન કાલેજનું ઉદ્ઘાટન હતું તેથી તે વખતે મે* પણ ત્યાં હાજરી આપી. ત્યાંથી હુ‘કોડાય ગયા. ત્યાં ૧૦-૧૨ દિવસ રહ્યો અને ખીમાર પડયા ત્યાંથી વિદ્યાય થઈ કાર્તિક વ છ ના ભાવનગર પહોંચ્યા. આજે પોષ શુદ ૧૫ છે. જેથી હુ ખીમાર પડયેા તે આજ સુધી ખીમાર રહ્યો. અર્થાત્ આઠ મહિના ખીમાર્ રહ્યો, તેથી પડિત લાલન સાહેબના જીવન ચરિત્રની મીજી આવૃત્તિ પ્રગટ કરી ન શકયા.