________________
લાલનગાત્રને ઉજવળ ઇતિહાસ
( ૧૭ )
નવાનગરમાં મહારાજાને ખજાનચી હડમત ઠકકર લુહાણે હતે. તેને આ ભાઈઓની ઈર્ષ્યા થઈ. રાજ્યને ૯૦૦૦ સેનામહેરની જરૂર પડી, ઠક્કર મહારાજાને સમજાવી આ ભાઈઓ ઉપર ચિઠ્ઠી લખાવી તેમાં બે મીંડા વધારી દીધા. બન્ને ભાઈરાજાની ચીકી જોઈ ચકિત થઈ ગયા.
આ ઉપરાંત આ બન્ને ભાઈઓએ સિદ્ધચક આરાધના કર્યું, જ્ઞાનપંચમીનાં ત૫નું ઉદ્યાપન કર્યું, આગમ ગ્રંથને લખાવ્યા. પિતાના સાધમ ભાઈઓના ઉદ્ધાર અર્થે આચાર્યશ્રી ક૯યાણસાગર સૂરીશ્વરના ઉપદેશથી સાત લાખ મુદ્રિકા ખરચી તેમજ ગિરનારના મંદિરનો ઉદ્ધાર કરાવ્યું. તેમજ શત્રુંજય તીર્થમાં વિજારેપણ કર્યું; તારંગામાં શ્રી અજીતનાથ ભાગવાનના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. આબુ ઉપરના મંદિરને જીર્ણોદ્ધાર કરાશે. તેમજ સમેતશિખરની યાત્રા કરી અને તીર્થભૂમિઓની યાત્રા કરી લાખે મુદ્રિકાઓ ખરચી જીવન સફળ કરી ગયા.
' લાલનગેત્રમાં આવા પરાક્રમી, શૂરા, સાહસીક, દાનવીર તથા ધર્મનિષ્ઠ બડભાગી ભાગ્યશાળીઓ થઈ ગયા છે, તેજ ગોત્રમાં આપણા ફતેચંદભાઈ આ ગૌરવશાળી સુપ્રસીદ્ધ ગોત્રને વારસે મેળવી અધ્યાત્મપ્રેમી, નિજાનંદી, સદગુણાનુરાગી વિશ્વબંધુત્વની ભાવનાશાળી તથા પ્રસિદ્ધ વક્તા અને સેવાભાવી થઈ ગયા.