________________
(૭૪) અખંડ આનંદ અનુભવે છે. આ કારણથી વૈરાગ્ય ભાવને ઉત્પન્ન કરનારી અને કર્મ જાળને તેડી નાખનારી નિર્જરા ભાવના ભવી જીવેએ અવશ્ય ભાવવી જોઈએ અને અમલમાં પણ મૂકવી.
દશમી લોકસ્વરૂપ ભાવના ચૌદ રાજલેક અનાદિ કાળથી શાશ્વત છે. આદિઅંતથી રહિત છે. કેઈ દિવસ નાશ થવાનું નથી તેમ તેને કઈ ઉત્પન્ન કરતું નથી. વળી તે અવિનાશી છે. જીવાદિ ષટ પહાર્થોથી ભરેલ છે. જેમ કોઈ કેડ ઉપર બે હાથ દઈ, પગ પહોળા કરી ઊભે રહે તેવી રીતે આ ચૌદ રાજલોકનું સ્વરૂપ જાણી લેવું. તે પુરુષના કેડની નીચે ભાગમાં અલેક, મધ્યમાં તિછલેક અને ઉપરના ભાગમાં ઉદ્ઘલેક છે. ષટુ દ્રવ્યાત્મક લેકની બહાર અનંત આકાશ છે. તેને અલક કહેવાય છે. બાકીના ભાગને લોક કહેવાય છે. તેમાં ષટ્ર દ્રવ્ય વ્યાપી રહેલાં છે. તેની અંદર મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને ગની પ્રબળતાથી જે પરદ્રવ્યને પિતાનું માની ભ્રમણ કરી રહ્યા છે. જ્યારે વિતરાગના વચનથી શુદ્ધ માર્ગનું અનુર કરશે ત્યારે જ લોકના અગ્રભાગે પહોંચી શાશ્વત સુખને જ અનુભવ કરશે.
અગિયારમી બેધિ દુર્લભ ભાવના
આ જીવને અનાદિ કાળથી સંસારમાં ભ્રમણ કરતાં માનવ ભવાદિ સામગ્રી પામ્યા પછી ધર્મનું શ્રવણ પ્રાપ્ત થયા છતાં પણ અત્યાર સુધી સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ નહિ,