________________
(૭૧) અંદર પાણી ભરાય છે તેવી જ રીતે જીવ પણું મન, વચન, કાયાના રૂપ છીદ્ર પડવાથી શુભાશુભ કર્મને ગ્રહણ કરે છે. કર્મબંધનના હેતુઓ વડે જે કર્મોનું ગ્રહણ કરવું તે આશ્રવ કહેવાય છે. આત્માને સ્વભાવ શુદ્ધ છે. પરંતુ કર્મના લેપ વડે અશુદ્ધ બને છે. ક્રોધાદિક કષા, વિષય, પ્રમાદ,મિથ્યાત્વ, મન, વચન, કાયાના યોગ અને અવિરતિ વડે તમામ આશ્રવ જીવને જન્મમરણના ભયને આપનારા પાપના સમૂહને નિયમિત કરનારા છે. આવા પ્રકારના દુઃખના સ્થાનભૂત સત્તાવન આશ્રાને ત્યાગ કરવા હે ચેતન ! તત્પર રહેજે. જ્યારે સર્વથા મનવચન-કાયાથી તેને ત્યાગ થશે ત્યારે જ તારા આત્માના અવિનાશી સુખની તેને પ્રાપ્તિ થશે. માટે આશ્રવના બેંતાલીસ ભેદ છે તેને અંતરથી વિચાર કરે જોઈએ અને તેને અટકાવવા પ્રયત્ન કરવો.
આઠમી સંવર ભાવના આત્મસ્વરૂપને નિર્મળ બનાવનારી સંવર ભાવના જાણવી. ઉપર બતાવેલી આશ્રવ ભાવનાની સાથે આ ભાવનાને સંબંધ છે. આશ્રવ શબ્દનો અર્થ કર્મને આવવાનું છે ત્યારે સંવર શબ્દનો અર્થ તેથી ઊલટે છે. એટલે તે જ આશ્રવને નિરોધ કરવાથી સંવર થાય છે. પાપને આવવાનાં ગરનાળા સમાન જે સત્તાવન આશ્રવ તે સર્વ દ્વારને રેકવાં અર્થાત નવા આવતાં કર્મોને અટકાવવાં તે સંવર કહેવાય છે. તે સંબંધી જે શુભવિચાર તે સંવર ભાવના જાણવી. જેમ સમુદ્રમાં રહેલા નાવને છીદ્ર હેય તે અંદર પાણી ભરાઈ જવાથી ડૂબી જાય છે. પરંતુ જે તે છીદ્રને બંધ કરી દીધું