________________
(૭૦) ભંડાર જેવી અને ક્ષણમાં વીખરાઈ જનાર અને વળી પવિત્ર વસ્તુને અપવિત્ર કરનારી ક્ષણવારમાં ભસ્મીભૂત થનારી છે. કાયાની આવી સ્થિતિ જોઈને જ સનકુમાર ચક્રવતિએ તેના ઉપરથી મેહ છેડી દીધો હતો. એ મહાન પુરુષનું ચરિત્ર વેરાગ્યથી ભરપૂર, ઘણું જ અસરકારક, ઉત્તમ બધ આપનારું અને શાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે. તેઓની કાયા ઘણી સુંદર હતી છતાં પૂર્વકૃત કર્મના ઉદયથી તે જ કાયા રેગમય બની જવાથી તેમના શુદ્ધ અંતઃકરણમાં તીવ્ર વૈરાગ્ય પ્રાપ્ત થયે અને તરત જ ચારિત્ર લેવા તત્પર થયા. છ ખંડની પ્રભુતા ક્ષણવારમાં છેડી દઈ મહાત્મા ચાલી નીકળ્યા. ધન્ય છે તેવા પવિત્ર મહાત્માઓને કે જેમનું નામ લેતાં પાપના પુજને નાશ થાય છે. તે પ્રમાણે હે ચેતન! તું પણ આ છઠ્ઠી અશુચિ ભાવનાને તારા પવિત્ર હૃદયમાં ઉત્પન્ન કરજે, જેના દિવ્ય પ્રભાવથી અજ્ઞાન, અધર્મ અને સ્વાર્થમય તારી દેહ તરફની મમતા દૂર થઈ જશે અને તું કલ્યાણનું સ્થાન બનીશ. અને આમાના સુત તારી દષ્ટિમાં પ્રકાશિત થશે; માટે અશુચિ ભાવનાને વિચાર કરવો કે આ શરીર રસ, રૂધિર, માંસ, મેદ, અસ્થિ, મજજા ને વીર્ય એ સાત ધાતુથી ભરેલું છે, તે કોઈ કાળે પવિત્ર થતું નથી. પુરુષના નવ દ્વાર અને સ્ત્રીનાં બાર દ્વારે સવા અશુચિથી વહ્યા કરે છે. તે તેના ઉપરથી મમત્વભાવ છેડી દઈ આત્માને નિર્મળ બનાવ એ જ મનુષ્ય જીવનનું સાફલ્ય છે.
સાતમી આશ્રવ ભાવના જેમ સમુદ્રમાં ચાલતા વહાણમાં છીદ્ર પડવાથી તેની