________________
(પા) દુઃખ થતું નથી, જેનું જીવન કડી સ્થિતિવાળું છે તેને અહીં પણ દુઃખ ને પરભવમાં પણ દુઃખની શ્રેણિ છે, માટે જીવન સુધારવું તે ખાસ કર્તવ્ય છે. શુદ્ધ જીવનવાળાને મરણના વિચારમાં દુખ નથી, શોકનથી, ખેદ નથી. આવું ઉત્તમ જીવન મનુષ્યભવ વિના બીજે નહિ થઈ શકે માટે હે ચેતન! બરાબર કમ્મર કસ, અને વિચાર કર કે આ ભવમાં ધર્મના આરાધના માટે જે સગવડ મળી છે, જે જગવાઈઓ પ્રાપ્ત થઈ છે, તે વારંવાર મળતી નથી. જેથી તે મળેલી જોગવાઈઓથી આત્મહિત કરી લેવામાં ન આવે તે તેના જેવી બીજી ગંભીર ભૂલ એકે ય નથી. અનેક પ્રકારની ઉત્તમ જોગવાઈથી ભરપૂર માનવભવ નકામે ચાલ્યા જાય તે બહુ જ બેઠું થયું ગણાય. અજાણ છે તે ખાવાપીવાની વસ્તુઓ મેળવવી, ધનસંચય કર, પુત્રપૌત્રાદિક પરિવાર વધાર, રહેવા માટે નવા નવા બંગલા બનાવવા અને સાચી ખોટી રીતે પિતાનું માન-સન્માન વધારવું એમાં જ ગુંથાચેલા હોય છે. તેવા અજાણ જીવો તે માર્ગથી ભ્રષ્ટ થઈ સંસારશેરીમાં ભૂલા પડીને અનાદિ કાળથી ભટક્યા જ કરે છે. તેવા જીવોથી સાચું સુખનું સ્થાન જે મોક્ષ તે બહુ જ દૂર રહે છે. તેને ખ્યાલ પણ તેવા અજાણને આવતા નથી. તે સુખને પ્રાપ્ત કરવા ભાવના પણ થતી નથી અને પિતાની જિંદગીભરની કપટ, દગા, પાશલા, જા, ચેરી, પરદા રાગમન વગેરેથી થયેલી અધમ દશાને દૂર કરવાને આત્મા સાથે વિચાર પણ થતો નથી. એવા પ્રાણીઓ સંસારમાં આસક્ત રહી આડાઅવળાં ગોથાં ખાધા કરે છે. અનેક પ્રકારની ઉપાધિઓથી વ્યાપ્ત થઈ ભારે થતા જાય છે. એવા જીવોના