________________
(૩૭) પછી તેવું શ્રવણ નકામું ગયું એમ જ સમજવું. બરાબર વિચાર કરી સમાજ રાખી તેરે કાઠિયાને દૂર કરી જિનવાણી શ્રવણ કરવી અને તેનું મનન કરવું, જેથી આત્માને તે હિતશિક્ષાની બરાબર અસર થશે અને આત્માને અપૂર્વ ગુણ સમ્યગુ દર્શન પ્રાપ્ત થશે.
આત્માને હિતશિક્ષા હે ચેતન! હવે મનુષ્યાવતાર પામી, નીરોગી શરીર વગેરે શુભ સામગ્રી પામી પ્રમાદ કરીશ નહિ, અને સંસારની મેહજાળમાં ફસાઈ નરકગમન કરીશ નહિ. વારંવાર મનુષ્યજન્મ પામે દુર્લભ છે. કોઈની સાથે સાંસારિક વસ્તુઓ ગઈ નથી અને જવાની નથી. પુત્ર, ધન, સ્ત્રી દેખી તું શું મેહ કરે છે? અરે જીવ! તું જરા વિચાર કર. એ કદાપિ તારાં નથી, તારી વસ્તુ તારી પાસે છે, તેની જે
જ કરે તે વારંવાર જન્મ-મરણના ફેરા કરવા પડે નહિ. સ્મશાનવૈરાગ્યથી તારું કાંઈહિત થવાનું નથી. તથા અમુક સારે, અમુક બેટ ઈત્યાદિક પરભાવમાં રમવાથી તારું હિત કાંઈ થવાનું નથી. તું મનમાં જાણે છે કે હું તમામ સમજુ છું, પરંતુ તે મિથ્યા છે, કારણ કે તું તારા આત્મકલ્યાણમાં પ્રવૃત્તિ કરતું નથી. કર્મકલંકથી સહિત એવું છે. ચેતન ! તારું વસવાનું સ્થાન તપાસ, તારે ક્યાં નિવાસ કરવાનું છે? જે સ્થાનમાં તું હાલ છે તે ચંચળ છે,વિનાશી છે, ક્ષણભંગુર છે, થોડા દિવસ માટે છે. આવા વિચારે છે જીવ! મેહનીય કર્મના જેરથી નહિ થવાથી સાધ્ય દષ્ટિ ભૂલી જાય છે અને ખાવામાં, પીવામાં, પહેરવામાં એાઢવામાં, ગાડીઘેડ ખેલાવવામાં, માતાપિતા, પુત્રકલત્રાદિની સાર-સંભા