________________
(૩૦)
સાતમા શાક કાર્ડિયાના પ્રખળ પ્રતાપથી જીવને બીજાની ઋદ્ધિ દેખી મનમાં શેક થયા. તે વિચારવા લાગ્યા કે—આવી ઋદ્ધિ મારે નથી, મારે તે બહુ વિટંબના છે, ઘરમાં માણસે સારાં નથી. પુત્ર પણ નથી’ ઈત્યાદિ શાકમાં ગ્રસ્ત થવાથી ધર્મ સાંભળવામાં વિઘ્ન આવ્યું, સાધ્ય ચુકાવ્યુ, અવળે રસ્તે ચડાવ્યા, તે દિવસ પણ ફાગઢ ગયા.
પાછે! આઠમે દિવસે સારા વિચાર થવાથી પુણ્ય સંબંધી વિચાર કર્યાં. મારા પુણ્યના ઉદય જાગશે ત્યારે મને પણ ઋદ્ધિ મળશે, હું શા માટે નકામે શેક કરુ છું.’ ઇત્યાદિક શુંભ વિચારાથી શાકને જીત્યા.
માહરાજાને ખબર પડી કે તુરત જ આઠમા લાભ કાર્ડિયાને મેાક્લ્યા, લાલે જોર બતાવ્યું. ચેતના ફેરફાર કરી નાંખી, જેથી, અશુભ વિચાર થવા લાગ્યા. અહી` કર્યાં સુધી બેસી રહીશું ? અહી બેસી રહેવાથી શું વળવાનુ છે? ઘેર શ્રી–પુત્રાદિકની ચિંતા કરવાની છે. માટે ચેતન ! ઊઠે, ચાલ, ખજારમાં કાંઇ કરીશું ત્યારે પૈસા મેળવીશુ.’àાભના જોરથી ધમ સાંભળી શકયા નહી', ખરા રસમાં ભંગાણુ પડયું. લાભને તજવા ઘણા મુશ્કેલ છે. લાભના વજ્રથી પ્રાણી નાત તજે, દેશ તજે, સમુદ્રમાં મુસાફરી કરે, પત ઉપર ચડે, કૂવામાં ઊતરે, નહિ કરવાનાં કાર્યો પણ કરે.
જુએ ! લાભના જોરથી સાગરદત્ત શેઠ ચાવીશ કરોડ સાનામહેારના સ્વામી હાવા છતાં સાતમી નરકે ગયેા.
સુભૂમ ચક્રવર્તી છ ખડના માલિક અથાગ ઋદ્ધિ-સિદ્ધિ હાવા છતાં વિશેષ લેાભ કરવા જતાં તમામ ઋદ્ધિગુમાવી સાતમી નરકે ગયા.