________________
શાણી. ૩
શાણી ૪
( ૩૫૩) કુળ લક્ષમીથી ફૂલી થાય ન ફાળકે, પ્રાત:કાળે પડતી સાસુ પાય જે, અભય ભક્ષણ પ્રાણુતે પણ નહિ કરે, દેવ ગુરુનાં દર્શન કરીને ખાય છે. રડવું રેવું નિર્લજ વાણી ભાખવી, કરતી તેને સત્ય ટેકથી ત્યાગ છે, સારી સ્ત્રી સેબત કરતી પ્રેમથી, વીતરાગ ધર્મ વતે મને રાગ જે. પાડેશની સાથે વર્તે પ્રેમથી, પર પુરુષની સાથે હાસ્ય નિવાર જે; મિણ વચન મમતાથી હરખે બોલતી, ધન ધન એવી સ્ત્રીને જગ અવતાર જે. નિંદા ઝગડા વેર ઝેરથી વેગળી, સહુના સારામાં મનડું હરખાય છે; બુદ્ધિસાગર બાળક ગુરૂણી માત છે, સારી સ્ત્રીથી કુટુંબ સુખીયું થાય છે.
૮ અપૂર્વ અવસર ગહુલી
ઓધવજી સંદેશો–એ રાગ). અપૂર્વ અવસર એ કયારે આવશે, શત્રુમિત્ર પર વરતે ભાવ સમાન જે, માયા મમતા બંધન સર્વ વિનાશીને, કયારે કરશું અનેકાન્ત નય ધ્યાન જે. શુદ્ધ ભાવમાં રમણ કરીશું ટેકથી, પડ દ્રવ્યનું કરીશું ઉત્તમ જ્ઞાન જે,
શાણી૫
શાણી. ૬
અપૂર્વ
૧