________________
(૩૨)
૬. વૈરાગ્યની સઝાય મરણ ન છૂટે રે પ્રાણિયા, કરતાં કેટી ઉપાય રે, સુરનર અસુર વિદ્યાધર, સહુ એક મારગ જાય રે.
મરણ ન છૂટે ૨૦ ૧ ઇન્દ્ર ચન્દ્ર રવિ હરિ હળી, ગણપતિ કામકુમાર રે, સુરગુર સુરદ્ય સારિખ, પિત્યા જમ દરબાર રે. મરણ૦ ૨ મંત્ર જંત્ર મણિ ઔષધિ, વિદ્યા હુન્નર હજાર રે, ચતુરાઈ કેરા રે ચોકમાં, જમડે લૂટે બજાર રે. મરણ૦ ૩ ગર્વ કરી નર ગાજતા, કરતા વિવિધ તોફાન રે, માથે મેરુ ઉપાડતા, પિત્યા તે સમશાન છે. મરણ૦ ૪ કપડાં ઘરેણાં ઉતારશે, બાંધશે ઠાંઠડી માંય રે; ખોખલી હાંડલી આગ રે, રોતા રોતા સહુ જાય છે. મરણ ૫ કાયા માયા સહુ કારમી, કારમે સહુ ઘરબાર રે, રંકને રાય છે કારમો, કારમે સકળ સંસાર રે. મરણ ૬ ભીડી મુઠ્ઠી લઈ અવતર્યો, મરતાં ખાલી છે હાથ રે, જીવડા જેને તું જગતમાં, કેઈ ન આવે છે સાથ રે. મરણ ૭ નાના મોટા સહુ સંચય, કેઈ નહિ સ્થિર વાસ રે, નામ રૂપ સહુ નાશ છે, ધર્મરત્ન અવિનાશ ૨. મરણ ૮
૭. વૈરાગ્યની સઝાય પુણ્ય સંગે પામી જીરે, નરભવ આરજ ખેત શ્રાવક કુળ ચિંતામણી રે, ચેતી શકે તો ચેત રે.
જીવડા ! એ સંસાર અસાર, સાર માત્ર જિનધર્મ છે રે, આપણું ઘર સંભાળ રે. જીવડા. ૧ માતપિતા સુત બાંધવા જીરે, દાસ દાસી પરિવાર