________________
(૩૪) ૧૫. પરમાત્માનું સ્તવન વિનતડી મનમોહન મારી સાંભળે, હું છું પામર પ્રાણ નીપટ અબૂઝ જે, લાંબુ ટૂંકુ હું કાંઈ જાણું નહિ, ત્રિભુવન નાયક તહારા ઘરનું ગુજજે.
વિનતડી. ૧ પિલા છેલા ગુણઠાણને આંતર, તુજ મુજ માંહે આબેહુબ દેખાય છે, અંતર મેરૂ સરસવ બીંદુ સિંધુને, શી રીતે હવે ઉભય સંગ સધાય.
વિનતડી૨ દોષ અઢારે પાપ અઢારે તેં તજ્યાં, ભાવ દીશા પણ દરે કીધ અઢારજે; સઘળા દુર્ગણ પ્રભુજી મેં અંગર્યા, શી રીતે હવે થાઉં એકાકાર જે.
વિનતડી. ૩ ત્રાસ વિના પણ આણા માને તાહરી, જડ ચેતન જે કાલોક મંડાણ જે; હું અપરાધી તુજ આણા માનું નહિ, કહે સ્વામી કીમ પામ નિવણ જે.
વિનતડી. ૪ અંતરમુખની વાતે વિસ્તારી કરું, પણ ભીતરમાં કેરે આપોઆપ જે ભાવ વિનાની ભક્તિ લખી નાથજી, આશિષ આપ કા સઘળાં પાપ જે.
વિનતડી. ૫