SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧. શ્રી સિદ્ધચકનું સ્તવન સિદ્ધચક વર સેવા કીજે, નરભવ લાહે લીજે છે, વિધિપૂર્વક આરાધન કરતાં, ભવ ભવ પાતક છીજે; ભવિજન ભજીએજી. અવર અનાદિની ચાલ નિત્ય નિત્ય તજીએજી. (એ આંકણી) ૧ દેવના દેવ દયાકર ઠાકર, ચાકર સુર નર ઈન્દા; ત્રિગડે ત્રિભુવન નાયક બેઠા, પ્રણમે શ્રી જિનચંદા. ભવિ૦ ૨ અજ અવિનાશી અકળ અજરામર, કેવળ દંશણ નાજી; અવ્યાબાધ અનંતું વીર્ય જ, સિદ્ધ પ્રણ ગુણ ખાણી. ભવિ. ૩ વિદ્યા સૌભાગ્ય લક્ષમી પીઠ, મંત્રરાજ યોગ પીઠજી, સુમેરૂ પીઠ એ પંચ પ્રસ્થાને, નમે આચારજ ઈઠ્ઠ. ભવિ. ૪ અંગ ઉપાંગ નંદિ અનુગ, છ છેદ ને મૂળ ચાર; દશ પન્ના એમ પણચાલીસ, પાઠક તેહના ધાર. ભવિ૦ ૫ વેદ ત્રણ ને હાસ્યાદિક ષટ, મિથ્યાત્વ ચાર કષાયજી; ચૌદ અત્યંતર નવવિધ બાહ્યાની, ગ્રંથિ તજે મુનિરાય. ભવિ. ૬ ઉપશમ ક્ષયઉપશમ ને ક્ષાયક, દર્શન ત્રણ પ્રકારજી; શ્રદ્ધા પરિણતિ આતમ કેરી, નમીએ વારંવાર. ભવિ. ૭ અઠ્ઠાવીશ ચૌદ ને ષટ દુશ એક, મત્યાદિકના જાણુજી; એમ એકાવન ભેદે પ્રણો, સાતમે પદ વરનાણુ. ભવિ. ૮ નિવૃત્તિ ને પ્રવૃત્તિ ભેદે, ચારિત્ર છે વ્યવહારે; નિજગુણ સ્થિરતા ચરણ તે પ્રણ, નિશ્ચય શુદ્ધ પ્રકારે. ભવિ. ૯ બાહ્યા અત્યંતર તપ તે સંવર, સમતા નિર્જરા હેત; તે ત૫ નમીએ ભાવ ધરીને, ભવસાગરમાં સેતુ. ભવિ. ૧૦ એ નવપદમાં પણ છે ધમી, ધર્મ તે વરતે ચાર;
SR No.023313
Book TitleVairagya Bhavna
Original Sutra AuthorN/A
AuthorVijaybhaktisuri
PublisherVinodchandra Chandulal Shah
Publication Year1953
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy