________________
( ૨૬૭ )
વસ્તુ વાસિરાવીને પાછળ પણ પેાતાના નિમિત્તે ક્રમબંધનની જે જે ક્રિયાઓ કરવામાં આવે તેમ હાય તેની ના પાડવી.
જે જીવોનું ચિત્ત સંસારના પદાર્થાંમાં આસક્તિવાળું છે અને પોતાના સ્વરૂપને જે જાણતા નથી, તેવા જીવોને મૃત્યુ ભયમય છે, પરંતુ જે જીવા પેાતાના સ્વરૂપમાં રમણતા કરનારા છે અને સાંસારિક પદાર્થાંમાં વૈરાગ્યવાળા છે, તેવા જીવોને તા મૃત્યુ એ એક હનુ' નિમિત્ત છે. તેઓ તે એમ જ વિચારે છે કે અણુકમ'ના નિમિત્તથી જ આ દેહનુ' ધારણુ કરવાપણું છે અને તેની સ્થિતિ પૂર્ણ થયે તે કર્મોના પુદ્ગલા નાશ પામશે ત્યારે મારે બીજી ગતિમાં ઉત્પન્ન થવું પડશે. મારા આત્મા તા અનાદિ કાળથી મર પામ્યા નથી અને મરશે પણ નહિ; પરંતુ પુણ્યશાળી આત્માને તો આ સાત ધાતુમય મહા અશુચિના કોથળા જેવા અને વિનશ્વર સ્વભાવવાળા દેહના ત્યાગ કરવા અને શુભ કર્મોના પ્રભાવથી–સમાધિના પ્રભાવથી બીજી ગતિમાં નવીન સુંદર શરીર ધારણ કરવું તેને મરણ કહેવાય છે,તેમાં શેક શાને ? તેમાં તે આન≠ જ માનવાના છે.
જેમ કોઈ માણસને એક સડી ગયેલી ઝૂ'પડીને છેડી દઇ બીજા નવીન મહેલમાં જઇને વસવું હાય ા તે ને શાક નહિ થતાં આનંદના ઉભરા હાય છે, તેવી જ રીતે આ આત્માને આ ખડેર જેવા સડી ગયેલ દેહરૂપ ઝૂંપડીને ત્યાગ કરી નવા દેહરૂપ મહેલને પ્રાપ્ત કરવા, એ મહાઉત્સવના અવસર છે, તેમાં કોઇ પ્રકારની હાનિ છે જ {હ. કારણ કે જો આવા પ્રકારની ઉત્તમ સમાધિથી મરણુ