________________
(૨૫) બીજું કઈ નથી, માટે હે આત્મા ! જે જે દુઃખ આવે તે સમભાવે સહન કરજે. જેવું કરીશ તેવું ફળ પામીશ, માટે કેઈ ઉપર દ્વેષ નહિ કરતાં સમતાભાવમાં લીન થજે. નવ અધિકાર અનશન–(આહારત્યાગરૂપ) કરવું
અવસરે અમુક વખત સુધી ચારે આહારનાં અથવા ત્રણ આહારનાં પચ્ચખાણ કરવાં. આજકાલ છથી ચાર આહારના જાવછવ સુધીનાં પચ્ચખાણ થઈ શકે નહિ, કારણ કે તેવું સંઘયણ નથી તેમ તેવું જ્ઞાન નથી, માટે અમુક સમય સુધીનાં પચ્ચખાણ કરાવવાં.
દશમ અધિકાર–નમસ્કાર કરવા દશમા અધિકારે નમસ્કારરૂપ મહામંત્રનું સ્મરણ કરવું. તેનું ધ્યાન કરવું. શુભ યેગથી એક નવકાર પણ ગણવાથી ઘણું કર્મો તે જ વખતે ભસ્મીભૂત થઈ જાય છે. છેલ્લા સમયમાં જીવેએ અપૂર્વ ચિંતામણિ રત્નથી અધિક નવકાર મંત્રનું ધ્યાન છેડવું નહિ-તેમાં જ લયલીન થવું.
ઉપર પ્રમાણે દશ અધિકાર પ્રથમ મૂળ ગાથામાં બતાવેલ છે તે વિસ્તારથી બતાવ્યા. આ દશ અધિકાર જીવને શુભ ગતિમાં લઈ જનાર હોવાથી દરેક ભવ્ય જીએ તેને મન, વચન, કાયાએ કરી આદરવા.
આ અવસરેદશ અધિકારનું (પુણ્યપ્રકાશનું) સ્તવન તથા પદ્માવતીજીની વરાશિ વગેરે સમય હોય તે સાંભળવુંસંભળાવવું..
श्री विनयविजयोपाध्याय विरचित