________________
( ૨૪૪) અને કદાચિત કાઈ વખતે થયેલ સુકૃતની અનુમોદના કરું છું.
ચોથો અધિકાર ચોથા અધિકારે અઢાર વાપસ્થાનક આવવાં તે પ્રથમ કહેવાયેલ છે.
પાંચમે અધિકાર પાંચમા અધિકારે આ પ્રમાણે ચાર શરણ કરવાં
પ્રથમ અરિહંત શરણ रागदोसारोणं हंता, कमठगाई अरिहंता) विसयकसायारीणं, अरिहंता इंतु मे सरणं ॥
રાગ અને દ્વેષરૂપી આત્માના વેરીઓને હણનાર અને આઠ કમદિક શત્રુને હણનાર તથા વિષય-કષાયાદિક વેરીએને હણનાર એવા અરિહંત ભગવાનનું મને શરણ થાઓ.
रायसिरिमवकसित्ता, तवचरणं दुचरं अणुचरित्ता। केवलसिरिमरहंता, अरिहंतो हुतु मे सरणं ॥
રાજ્યલમીને ત્યાગ કરી દુષ્કર તપ અને ચારિત્ર સેવીને કેવલજ્ઞાનરૂ૫ લક્ષમીને યુગ્ય થયા એવા અરિહંતનું મને શરણ છે તથા સ્તુતિ અને વંદન કરવાને લાયક તથા ઈન્દ્રને ચક્રવર્તિની પૂજાને ગ્ય, શાશ્વત સુખ પામવાને સમર્થ એવા અરિહંત પરમાત્માનું મને શરણ થાઓ. સમવસરણમાં બેસીને પાંત્રીસ વાણીના ગુણ સહિત ધર્મકથા કહેતા, ચેત્રીસ અતિશય વડે કરી યુકત એવા અરિહંત પરમાત્મા મને શરણભૂત થાઓ. એક વચને કરી પ્રાણીએના અનેક સંદેહને એક કાળે છેદી નાખતા અને ત્રણ જગતના જીવોને ઉપદેશ આપતા અરિહંત પરમાત્માનું