________________
શોને પીડા છે કે અંધ અને
હોય તે સવર
(ર૪૩) મન, વચન, કાયાથી ખમાવું છું. મહાવૃષ્ટિ, હિમ, ગ્રીષ્મ, ધૂલિ, દુર્ગધ વિગેરેના સહકારી એવા મારા આત્માએ વાયુકાયામાં રહી જે છોને વિનાશ કર્યો હોય તે સર્વેને ખમાવું છું. વનસ્પતિ થઈને દંડ, ધનુષ્ય, બાણું, રથ, ગાડાં વગેરે રૂપે થયેલા મારા શરીરે જે જીવેને પીડા કરી હોય તે સર્વે ને ખમાવું છું. તથા કર્મના વશ થકી
સપણાને પામીને રાગ, દ્વેષ અને મત વડે અંધ બનેલો મારા આત્માએ જે જીવેને પીડા કરી હોય અથવા હણ્યા હોય તે સર્વને ત્રિવિધે ત્રિવિધ મન, વચન, કાયાએ કરી ખમાવું છું. તે સર્વે જ રાશી લાખ છવાયોનિમાં રહેલા મારે અપરાધ ક્ષમા કરે. સર્વે પ્રાણીઓ વિષે મારે મૈત્રીભાવ છે, કેઈની સાથે વેરવિરેાધ નથી. વળી જિનેશ્વર ભગવાનની પ્રતિમા તથા ચિત્ય તથા મુકુટ આદિ વસ્તુઓમાં મારું શરીર પૃથ્વીકાયરૂપે આવ્યું હોય તેની અનુમોદના કરું છું. તથા જળરૂપે થયેલ મારી કાય જિનેશ્વર ભગવાનના સ્નાનાદિ ક્રિયામાં ભાગ્યભેગે આવેલ હોય તે તેનું અનુમોદન કરું છું. વળી જિનેશ્વર ભગવાનની આગળ ધૂપ ઉક્ષેપમાં તથા દીપક વગેરેમાં મારી કાય અગ્નિકાયરૂપે આવેલ હોય તેની અનુમોદના કરું છું, તથા તીર્થયાત્રામાં નીકળેલ સંઘના પરિશ્રમના નિવારણમાં વાયુકાયરૂપે મારી કાય કદાચ ઉપયોગમાં આવી હોય તો તેની અનુમોદના કરું છું. તથા વનસ્પતિકાયરૂપે મારી કાય મુનિરાજના પાત્રમાં, દાંડામાં તથા જિનેશ્વર ભગવાનની પૂજાનાં ફૂલ વગેરેમાં ઉપયોગી થઈ હોય તેની અનુમોદના કરું છું. આ પ્રમાણે અનંત ભવમાં ઉત્પન્ન કરેલ જે દુકૃતના એઘ તેને નિંદુ છું