________________
(૨૪)
વિતરચારણ બીજો અધિકાર પહેલું સ્થૂલ પ્રાણુતિપાત વિરમણ વ્રત
કેઈત્રસ જીવ,નિરપરાધી, નિરપેક્ષીને હણવાની બુદ્ધિથી હવે નહિ, હણાવ નહિ કેઈ કાર્ય કરતાં કે શરીરાદિકના રેગોને ઉપચાર કરતાં-કરાવતાં પ્રમાદથી હણાઈ જાય તે તેનો આગા૨.
બીજું સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત
પાંચ પ્રકારનું મટકું જૂઠું ન બોલવું તે– ૧ કન્યા સંબંધી જાહું છેલવું નહિ. ૨ ભૂમિ સંબંધી જૂઠું બોલવું નહિ. ૩ ચાર પગવાળા જાનવર સંબંધી જૂઠું બોલવું નહિ. ૪ ખાટી સાક્ષી પૂરવી નહિ કે કુડે લેખ લખ નહિ. ૫ કોઈની થાપણ એળવવી નહિ.
આ પાંચ પ્રકાર બરાબર પાળવા. ત્રીજું સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત
રાજ્યદંડ ઉપજે તેવી ચોરી કેઈની કરવી નહિ, તાળું તેડવું નહિ, ખિસ્સાં કાતરવાં નહિ ઈત્યાદિ.
ચોથું સ્થૂલ મૈથુન વિરમણ વ્રત પરસ્ત્રી સંબંધી બ્રહ્મચર્ય પાળવું, અવસરે જાવજીવ બ્રહ્મચર્ય ઉચરી લેવું.
પાંચમું સ્થૂલ પરિગ્રહ પરિમાણ વ્રત ધનધાન્ય વધારે મેળવવા માટે ઉદ્યમન કરો, હેય તેટલાથી સંતોષ માન, પછી અવસરે તે પણ સિરાવ,