________________
(૩૬)
પક હોય, વળી છતી શક્તિએ અનાદિક મેં જ્ઞાનીએને ન આપ્યું હોય અને જ્ઞાનીઓની મેં અવજ્ઞા કરી. હોય, તથા જ્ઞાનના જે પાંચ પ્રકાર મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવળ–આ પાંચ જ્ઞાનની અશ્રદ્ધા કરી હાય, હાંસી કરી હોય, જ્ઞાનનાં ઉપગરણ પાટી, પિથી, ઠવણું વગેરેની આશાતના કરી હોય ઇત્યાદિક જે જ્ઞાનાચાર સંબંધી દોષ લાગ્યું હોય તે મિચ્છામિ દુક્કડં.
૨ દર્શનાચાર जं समत्तं निस्संकियाइ अढविहगुणसमाउत्त । धरियं मए न सम्म, मिच्छमिदुक्कडं तस्स ॥
૧ નિઃશંકિત, ૨ નિકંખિત, ૩. નિવિતિગિચ્છા, ૪ અમૂઢદિઠુિં, ૫ ઉપખંહણ, ૬ સ્થિરીકરણ, ૭ વાત્સલ્ય, ૮ પ્રભાવના–આ પ્રકારના ગુણ સહિત જે સમકિત તે મેં ધારણ કર્યું ન હોય તેને મિચ્છામિ દુકકતું.
શ્રી અરિહંત દેવાધિદેવની પ્રતિમાની ભાવથી ન પૂજા કરી હોય અને અભક્તિ કરી હોય તે દોષને મારે મિચ્છામિ દુકકર્ડ થાઓ. વળી ચિત્યદ્રવ્યને વિનાશ કર્યો હોય તથા વિનાશ કરતા બીજા માણસેની ઉપેક્ષા કરી હોય, તે દેષને મારે મિચ્છામિ દુક્કડં થાઓ. જિનમંદિરાદિકની કઈ આશાતના કરતા હોય તેને છતી શક્તિએ મેં નિષેધ ન કર્યો હોય, તે દેષને મિચ્છામિ દુક્કડં આપુ છું. પ્રથમ કહેલા દર્શનાચારને અર્થ–
૧ નિશક્તિ કહેતાં જિનવચનમાં શંકારહિતપણું. ૨ નિખિત કહેતાં પરમતની અભિલાષારહિતપણું.