________________
( ૨૨૪ )
અથ થઈ શકે
અહી આઠ પ્રકારના પ્રમાદના ત્યાગ સમજવા. શાશ્રવણ કર્યાં પછી પણ તે શત્રુએ ઊભા જ રહે તે પછી થઇ જ રહ્યું. પ્રમાદના સામાન્ય અર્થ કરીએ તે આળસ, પુરુષા ના અભાવ–આમ છે. સ્વકતવ્યતા ભ્રષ્ટ કરનાર આ મહા દુર્ગુણુ છે. તેની હાજરી હોય ત્યારે કોઇ પણ કાર્ય થઇ શકતું નથી. પગલે પગલે સ્ખલના થાય છે. સાધુ અવસ્થામાં પ્રમત્ત અવસ્થા અધઃપાત કરાવનારી થાય છે અને સાધ્ય વસ્તુની સિદ્ધિ પ્રાપ્ત થવા દેતી નથી. અહીં એક દૃષ્ટાંત ખૂબ મનન કરવા લાયક છે :
એક વેપારીની સ્ટીમર હીરા, માણેક, સુવર્ણ આદિ ઉત્તમ પદાર્થોના એક અબજ રૂપિયાનો માલ લઈને ચિકાગા અંદરથી ઊપડી. રસ્તામાં અનેક ઉપદ્રવાને દૂર કરતી કરતી તે મારામાં સહીસલામત આવી પહેાંચી. કપ્તાને શેઠને ઘેર જઇ સ્ટીમર સહીસલામત આવી પહોંચ્યાના ખમર આપ્યા અને સામાન ઊતરાવવાની વ્યવસ્થા કરવા કહ્યું. શેઠ ખુશ થયા. શેઠ તે વખતે પેાતાના મિત્રો સાથે સેગ ઠાખાજીની રમત રમતા હતા, તેથી કેાઇ મુનિમને વ્યવસ્થા કરવાના હુકમ આપી શકયા નહિ. તેણે વિચાર કર્યાં કે
આ આજી પૂરી કરીને હમણાં જ ઊઠું છું. પરંતુ રમતના આનંદમાં સમય પસાર થતા હતા તેની ખબર તેને રહી નહિ. થાડી વારે સુર્યાંસ્ત થયા. દીવાબત્તી થયાં. શેઠે વિચાર કર્યો કે હવે પ્રાત:કાળે માલ ઉતારવાની સગવડ કરીશું. એમ વિચારી વાતાના ગપાટા લગાવી શેઠ શયન ગૃહમાં જઈ સૂઈ ગયા.