________________
(૧૮૭ ) માંથી બહાર જવું નહીં, કારણ કે વર્ષાઋતુમાં બહુ પાણીને લીધે સર્વ પૃથ્વી જીવાકુલ હોય છે. તે ઉપર ઉન્મત્ત મહિષ-પાડાની માફ પરિભ્રમણ કરે માણસ જેને હણે છે. શ્રી નેમિનાથ ભગવાનના ઉપદેશથી શ્રીકૃષ્ણ વર્ષાઋતુમાં બહાર ન જાને નિયમ કર્યો હતો; તે સાંભળી વિવેકી કુમારપાળ રાજાએ નિયમ લીધે કે આજથી હવે વર્ષાઋતુમાં મારે પણ કઈ ઠેકાણે બહાર જવું નહીં. સર્વ ચૈત્યનાં દર્શન અને ગુરુ મહારાજનાં દર્શન વિના ષકાલમાં પ્રાયઃ નગ રમાં પણ નીકળવું નહીં. આવો અભિગ્રહ આજ કાળના ગૃહસ્થ પણ થોડા ઘણે અંશે ધ્યાનમાં
લેશે તે આત્માને બહુ જ ફાયદો થશે ૨૦ બીજા વ્રતમાં—વિસ્મૃત્યાદિથી અસત્ય વચન બેલાઈ
જાય તો આયંબિલ વગેરેનું તપ કરવું. ત્રીજા વ્રતમાં—મરી ગયેલા નિર્વશીનું ધન ગ્રહણ
ન કરવું. ૨૨ ચોથા વ્રતમાં–ધર્મની પ્રાપ્તિ થયા પછી નવી સ્ત્રી
પરણવી નહિ એ અભિગ્રહ કર્યો. ચોમાસામાં મન, વચન અને કાયાએ કરી શીલ પાળવું. તેમાં મનથી કદાચ ભંગ થાય તે ઉપવાસ કરવે. ચનથી ભંગ થાય તે આયંબિલ કરવું. કાયાથી પર્શરૂપ ભંગ થયે એકાશન કરવું. (મનને વિશેષ મજબૂત રાખવા મનથી ભંગ થયે ઉપવાસ રાખ્યો હશે. એમ સંભવ થાય છે.)