________________
(૧૭૧)
अन्योन्याप्रतिबंधेन, त्रिवर्गमपि साधयम् ॥६॥ यथावदतिथौ साधौ, दीने च प्रतिपत्तिकृत् ।। सदानभिनिविष्ठश्च, पक्षपाती गुणेषु च ॥७॥ अदेशाकालयोश्चयो, त्यजन् जानन् बलाबलं । व्रतस्थज्ञानवृद्धानां, पूजकः पोष्यपोषकः ॥८॥ दीर्घदर्शी विशेषज्ञः, कृतज्ञो लोकवल्लभः। સર્જક : સૌમ્ય, પોપતિર્મઠા છે / अंतरंगारिषड्वर्ग-परिहारपरायणः । ... वशीकृतेन्द्रियग्रामो, गृहिधर्माय कल्पते ॥१०॥
૧. પહેલા ગુણ-ન્યાયસંપન્નવિભવ-કહેતાં તમામ પ્રકારના વ્યાપારમાં ન્યાયપૂર્વક વર્તવું, અન્યાયથી ચાલવું નહિ, નેકરી કરતાં ધણીએ સેંપેલ પૈસામાંથી ખાઈ જવા નહિ. એાછી સમજવાળા મનુષ્યને છેતરવા પ્રયત્ન કરે નહિ. વ્યાજ વટેત કરનારે સામા ધણીને છેતરી વ્યાજના પૈસા વધારે લેવા નહિ. માલ સેળભેળ કરીને વેચ નહિ. સરકારી નેકરી કરનાર મનુષ્ય ધણીને વહાલા થવા સારુ લેકે ઉપર કાયદા વિરુદ્ધ જુલમ ગુજારે નહિ. ઇત્યાદિ બીજાં કાર્યોમાં પણ અનીતિ કરવી નહિ. ઉભય લોકમાં અનીતિ ઘણી હાનિ કરનાર છે.
ર, બીજો ગુણ-શિષ્ટાચાર પ્રશંસક-કહેતાં જ્ઞાન અને કિયાએ કરી ઉત્તમ આચરણવાળા મનુષ્યના આચાર, તે શિષ્ટાચાર કહેવાય છે. શિષ્ટાચારવાળાએ લોકો નિંદા કરે તેવું કાર્ય કરવું નહિ. રાજ દંડ કરે તેવું કાર્ય કરવું નહિ.