________________
પછી એક જ્ઞાની ગુરુ મહારાજ મળ્યા. તેમને નમીને પિતાના પૂર્વ ભવમાં કરેલા કર્મનું સ્વરૂપ પૂછવા લાગે. મુનિ મહારાજે સાગરશેઠના ભવથી માંડી સર્વ યથાસ્થિત સ્વરૂપ કહી સંભળાવ્યું. તેણે અત્યંત પશ્ચાત્તાપપૂર્વક દેવદ્રવ્ય ભક્ષણ કરેલાનું પ્રાયશ્ચિત્ત માગ્યું. મુનિરાજે કહ્યું, કે તે જેટલું દેવદ્રવ્ય ભક્ષણ કરેલું છે. તેના કરતાં અધિક પાછું આપ અને હવે પછી દેવદ્રવ્યનું રક્ષણ કર, વૃદ્ધિ કર, તેથી તારું સર્વ કર્મ નાશ પામશે. સર્વ પ્રકારના સુખભોગની સંપદાની તને પ્રાપ્તિ થશે; એ ઉપાય છે, બીજો નથી. ત્યાર પછી તેણે મુનિ સમક્ષ નિયમ કર્યો કે જ્યાં સુધી ભક્ષણ કરેલ દેવદ્રવ્યથી હજારગણું અધિક પાછું ન આપું, ત્યાં સુધી માત્ર ભજન અને વસ્ત્ર પહેરવા માત્રથી અધિક કાંઈ પાસે રાખીશ નહિ, એ અભિગ્રહ કરી શ્રાવકનાં નિર્મળ વ્રત લીધાં. ત્યારપછી
જ્યાં જ્યાં વ્યાપાર કરે ત્યાં ત્યાં ઘણું લાભ મળે. અનુક્રમે ધનની વૃદ્ધિ થઈ. હજાર કાંકણનું જે દેવું હતું તેના કરતાં લાખગણું ધન આપી દેવદ્રવ્યના દેવાથી મુક્ત થયા. ત્યાર પછી જેમ જેમ વ્યાપાર કર્યો તેમ તેમ અત્યંત વૃદ્ધિ થઈ. પિતાના દેશમાં ગયે, ત્યાં રાજાએ ઘણું સન્માન આપ્યું. ત્યાર પછી ગ્રામ-નગર વગેરે ઘણે ઠેકાણે પિતાના દ્રવ્યથી નવીન જિનમંદિર કરાવ્યાં, તેની સારસંભાળ કરી, દેવદ્રવ્યની ખૂબ વૃદ્ધિ કરી. નિત્ય મહોત્સવ કરી જિન શાસનની ઉન્નતિ કરવી-કરાવવી વગેરે કાર્યોમાં અગ્રેસરપણું કરી દીન-દુઃખી જનને ઉદ્ધાર કરી, પિતાની લક્ષ્મીને સદુપગ કરી અહંતપદની ભક્તિમાં લીન થઈ તીર્થકર નામકમ ઉપાર્જન કર્યું. ત્યારપછી ઘણાં શુભ કાર્યો કરી છેવટમાં