________________
(૧૬૩ )
ઉત્પન્ન થયે. તેને માછી લેકેએ પકડી અંગે પાંગ છેદન કરી મહાવેદના ઉપજાવી. તે મહા દુઃખથી મરી છેવટે એથી નરકે ગયે. તે પછી અકેકે ભવ વચમાં તિર્યંચન કરીને પાંચમી-છઠ્ઠ-સાતમી નારકીમાં બબ્બે વાર ઉત્પન્ન થયે. ત્યાર પછી પણ દેવદ્રવ્યનું એક હજાર કાંકણી જેટલું દ્રવ્ય ભોગવેલું હોવાથી એક હજાર ભાવ ગાડરમાં ઉત્પન્ન થયે. એક હજારવાર સસલે થયે, હજારવાર મૃગલ થયે. હજારવાર શિયાળ,હજારવારબિલાડે,હજારવાર ઉંદર,હજારવારનેળીયે, હજારવાર ઘરને કેળ, હજારવાર મળી, હજારવાર સર્પ, હજારવાર વીંછી, હજારવાર વિષ્ટાને કીડે, એમ હજારહજાર ભવની સંખ્યાએ પૃથ્વીમાં, પાણીમાં, અગ્નિમાં, વાયુમાં, વનસ્પતિમાં, શંખમાં, છીપમાં, ઈયળમાં, કિડામાં, પતંગિયામાં, માખીમાં, ભમરામાં, મસ્થમાં, કાચબામાં, ભેંસોમાં, બળદમાં, ઊંટમાં, ખચ્ચરમાં, ઘડામાં, હાથીમાં, વગેરેમાં લાખો ભવ કરી પ્રાયઃ સર્વ ભવમાં શસ્ત્રાઘાત વગેરેથી થતી મહાવેદના ભેગવી મરણ પામે. હે ચેતન! વિચાર કર, એક હજાર કાંકણીએ આત્માને ડાટ વાળી નાખે, પાપને પાર રહ્યો નથી. હજી આટલેથી વિરામ નહિ પામતાં બીજા મનુષ્ય ભવમાં પણ ઉત્પન્ન થયો. ત્યાં જે ઠેકાણે આ ભાઈ ઉત્પન્ન થાય ત્યાં કેઈનું ધન નાશ પામે, કેઈના ઘરમાં ચારને પ્રવેશ, કેઈ ઠેકાણે અગ્નિ વગેરે ઉત્પન્ન થવાથી કઈ જગ્યાએ તેને ઊભું રહેવાને સ્થાન મળતું ન હતું. આવી અનેક વિડંબના પામવામાં સાગર શેઠે બાકી રાખી નથી, છેવટે ઘણા કાળ નવા નવા ભવે કરી, ઘણે કાળ ભ્રમણ કર્યા