________________
(૧૫૯)
તેા પુણ્યના વિનાશ થાય છે.’ આ પ્રમાણે કેવલી મહારાજની દેશના સાંભળી ચતુર રાણીએ અત્યંત વૈરાગ્ય પામી. કારણ કે ભવ્ય પ્રાણીઓ કુકમ નું ફળ સાંભળીને જલદી વૈરાગ્ય પામે છે. ત્યાર પછી તમામ રાણીએ ચૈત્યમાં આવી જિનેશ્વરને નમસ્કાર કરી સ્નેહ, કરુણા અને આશ્ચય સહિત તે કૂતરીને જોઇ તેની પાસે ભેાજન મૂકી વૈરાગ્યનાં વચના કહેવા લાગીઃ હે ભદ્રે ! તેં પૂ॰ભવમાં આ ચૈત્ય કરાવ્યું છે. તે સિવાય બીજી દાનાદિક પુણ્ય ઘણું કર્યું છે. પર ંતુ તે સર્વે પુણ્ય તારી ઇર્ષ્યાએ ધોઇ નાખ્યું છે અને ઈર્ષ્યાથી આવી નિંદવા લાયક ગતિને પામી છે. તું પૂર્વભવમાં રાજાની પટરાણી કુંતલદેવી હતી.’ આવાં વચન સાંભળી તે કૂતરી સ’બ્રાન્ત થઈ વિચારવા લાગી કે મારા પર પ્રેમ રાખનારી આ સ્ત્રીઓ કણુ છે? આ સ્ત્રીએ શુ' કહે છે ? આ સદિર શું છે ? મેં આ કયાં જોયુ છે?’ ઇત્યાદિક તર્કવિતર્ક કરતાં તેણીને જાતિસ્મરણુજ્ઞાન ઉત્પન્ન થયુ' અને પાતે પૂર્વે કરેલું' પુણ્ય તથા ઇર્ષ્યા એ સવે નુ સ્મરણ થયું, તેથી તે અત્ય’ત વૈરાગ્ય પામી વાર’વાર પૂના દુષ્ટ નૈનિંદવા લાગી, પછી કેવલી ભગવાન પાસે જઇ સર્વ કર્મીની આલેાચના કરી, અનશન ગ્રહણુ કરી, સાત દિવસ અનશન પાળી સ્વગે ગઇ. આ પ્રમાણે ઈર્ષ્યાનુ પરીણામ અત્યંત દુષ્ટ જાણી, હું આત્મા ! કોઈ દિવસ કોઈ ઉપર ઇર્ષ્યા કરીશ નહિ અને નાહક તેવા ખાટા માર્ગમાં ગમન કરી દુ:ખી થવા પ્રયત્ન કરીશ નહિ. વળી લક્ષ્મી મેળવવા માટે અનીતિ કે કુડકપટ કરી દગા-ફાસલા કરી લક્ષ્મી મેળવવા ધારે છે, પણ તે રીતે મેળવી શકીશ નહિ. તેમ