________________
(૧૩) “એ જ પ્રમાણે ધર્મ કરીને જે પ્રાણું પરભવમાં જાય છે, તે પ્રાણુ અ૫ કર્મવાળે થવાથી અને અશાતા વેદના રહિત થવાથી સુખી થાય છે.” વળી વિશેષ પ્રકારે ધર્મને પ્રભાવ
जिणधम्मोयं जीवाणं, अपुवो कप्पपायवो । सग्गापवग्गसुक्खाणं, फलाणं दायगो इमो ॥१॥
આ જિનધર્મજીને અપૂર્વ કલ્પવૃક્ષ તુલ્ય છે. કારણ કે કલ્પવૃક્ષ આ લેકનાં જ સુખને આપે છે, પરંતુ જિનધર્મરૂપી કલ્પવૃક્ષ તે સ્વર્ગ અને મોક્ષના સુખરૂપ ફળને આપવાવાળે છે, માટે જૈન ધર્મ રૂપી કલ્પવૃક્ષને અપૂર્વ સમજે.”
धम्मो बंधू सुमित्तो अ, धम्मो य परमो गुरु। मुक्खमग्गे पयट्टाणं, धम्मो परमसंदणो ॥२॥
“આ જગતમાં જેને ધર્મબંધુ સમાન છે. જેમ આ. પત્તિ સમયમાં ભાઈ સહાયતા કરે છે, તેમ આપત્તિમાં આવી પડેલા પ્રાણીને ધર્મ બરાબર સહાય કરે છે. વળી ધર્મ હિતકારી મિત્ર સમાન છે. જેમ સાચે મિત્ર સદ્દબુદ્ધિ આપી સન્માર્ગે દેરે છે, તેમ ધર્મ પ્રાણુને સન્માર્ગમાં દેરે છે. વળી ઘર્મ સદ્દગુરૂ સમાન છે. જેમ સદ્દગુરૂ મહારાજ ઉપદેશ આપી પ્રાણીને દુર્ગતિમાં જતાં બચાવે છે, તેમ ધર્મ પણ પ્રાણુને દુર્ગતિમાં જવા દેતા નથી. જેમ ચીલાતિપુત્ર તથા દઢપ્રહારી, અર્જુનમાળી જેવા ઘેર પાપી છે પણ ચારિત્ર ધર્મના પ્રભાવથી દુર્ગતિમાં નહિ જતાં દેવક તથા મેક્ષમાં બિરાજમાન થયા છે. માટે જ ધર્મમેક્ષમાર્ગમાં