________________
(૧૨) ૧૫ શ્રી નિર્મમત્વ જન તે સુલસા શ્રાવિકાને જીવ ૧૬ શ્રી ચિત્રગુપ્ત તે હિણીને જીવ ૧૭ શ્રી સમાધિજન રેવતી શ્રાવિકાને જીવ ૧૮ શ્રી સંવરજીન તે શતાલીને જીવ ૧૯ શ્રી યશેધરજીન તે દ્વિપાયનને જીવ ૨૦ શ્રી વિજયજીન તે કર્ણને જીવ ૨૧ શ્રી મલિન તે નારદને જીવ રર શ્રી દેવજીન તે અંબડ તાપસને જીવ ૨૩ શ્રી અનંતવીર્ય અને તે અમરને જીવ ૨૪ શ્રી ભદ્રજીન તે સ્વાતિ બુદ્ધને જીવ
ઉપર લખેલ તીર્થકર મહારાજનાં નામો તથા છ વગેરેમાં કેટલાક સ્થળોમાં તપાસ કરતાં ફેરફાર તથા પાઠાંતરે દેખાયાં છે જેથી વાંચનારે વ્યામોહ નહિ કરતાં જુદા જુદા શાસ્ત્રોના અભિપ્રાયે જાણવા.
ઉપર બતાવેલ નામવાર તીર્થકર મહારાજે આવતી વીસીમાં થવાના છે. તેમ બીજા કેવલી ગણધરે વગેરે અનેક પુરૂષાર્થ ફોરવી રત્રચિનું આરાધન કરી, કેવલજ્ઞાન પામી અજરામર પદના એકતા થશે તેવી રીતે હે ચેતન તું પણ જો તીર્થકર મહારાજને હિતેપદેશ તારા હૃદયમાં ઠસાવી સંસાર ઉપરથી રાગ ઉઠાવી રત્નત્રયિનું આરાધન કરીશ તે મુક્તિ સુખને જલદી મેળવીશ.
હે જીવ! તું અનાદિ કાળથી આ ચોરાશી લક્ષનિમાં અજ્ઞાનતાથી ભટકયા કરે છે, અને કામક્રોધ, મોહ માયાદિ,