________________
( ૧૧૫ ) એલીપેરે બહુ સુત્ર ભર્યું જીરે, જિનપૂજા ગ્રહકૃત્યજે નવી માને તે સહજી રે,
કરશે બહુ ભવ નૃત્ય સુણે જિન! (આ અધિકાર સંબંધે જુએ પાનું ૫ર)
બહુ સૂત્રસિદ્ધાંતમાં જિનપૂજાનું કૃત્ય ગૃહ માટે કહેલું છતાં જે નહિ માને તે આ ભવચક્રમાં જન્મમરણના ફેરા વડે નૃત્ય કરશે.” માટે હે ચેતન ! તું લેશમાત્ર જિનપ્રતિમામાં શંકા કરીશ નહિ અને હંમેશાં પરમાત્માનાં વિધિપૂર્વક દર્શન કરી–પૂજન કરી સમ્યફ રત્નની પ્રાપ્તિ કરી લેજે. તને આ અપૂર્વ અવસર મળ્યું છે, તેથી જેમ બીજા છ પ્રભુપ્રતિમાનું આલંબન લઈ સમ્યકત્વ પ્રાપ્ત કરી આત્મકલ્યાણ કરી ગયા તેમ તું પણ કરી શકીશ. માટે નિશ્ચલ ચિત્તથી જિનપ્રતિમાનાં દર્શન-પૂજા-ભક્તિ કરજે!
ઈતિ શી જિનપ્રતિમાને તથા તેમની
પૂજા – ભકિતને અધિકાર. જેવી રીતે આ પંચમકાળમાં જિનપ્રતિમાને ભવીજીને આધાર છે–તરવાનું સાધન છે. તેવી જ રીતે તીર્થકર ગણેધરએ કહેલાં જિનઆગમ પણ જીવને સંસારમાંથી તરવાનું પ્રબળ સાધન છે. આગમમાં બતાવેલ ધર્મનું આરાધન કરનાર ભવ્ય જીવે આત્માની પરમાત્મ દશા પ્રાપ્ત કરે છે. જે વિરપ્રભુનાં બતાવેલાં તત્વ જીવ સાંભળે તે તેનાં હૃદયમાં નવીન અદ્દભૂત વિચાર પેદા થાય માટે હે ચેતન ! સર્વજ્ઞ પ્રભુએ કહેલે ધર્મ ઉત્તમ શરણરૂપ જાણીને મન, વચન, અને કાયા-ત્રિકરણ શુધ્ધ તેનું આરાધન કર! અવસર હાથમાં