________________
(૧૨)
ત્રણ ભુવનમાં પ્રસિદ્ધિ પામી છે કીર્તિ જેની એવા તથા વામા માતાના પુત્ર કેવલજ્ઞાનરૂપી આનંદ વડે યુકત તીર્થના નાથ પ્રશમરસ સ્વરુપ ઘણીય ભકિત વડે કરી સૂરવરસ હિત પાયો વડે સેવા કરાયેલા વલી જેના સ્નાત્રના અભિષેકના અતિશય પાણી છાંટવાથી યાદ જશવાલા હતા તે જશ રહિત થઈ ગયા એવા શ્રી પાર્શ્વનાથ સ્વામીને નમસ્કાર કરું છું. ૧૮.
अपारघोर रसंसार-निमग्नजनतारक । किमेष घोरसंसारे, नाथ ते विस्मृतो जनः ॥ १९॥
હે નાથ ! હે પરમાત્મા! આ અપાર ઘર સંસારમાં નિમગ્ન થયેલા જનેને તારનાર હે પ્રભે! ઘર સંસારમાં માણસને શું તમે વિસરી ગયા? ૧૯ सद्भावप्रतिपन्नस्य, तारणे लोकबांधव । त्वयाऽस्य भुवनानंद, येनाद्यापि विलंब्यते ॥२०॥
હે લેકબાંધવ! હે ભુવનને આનંદ કરનાર! સારા આવને પ્રાપ્ત થયેલા એવા મને તારવામાં હજુ આપ કેમ વિલંબ કરી રહ્યા છે ? ૨૦.
आपन्नशरणे दीने, करुणामृतसागर । न युक्तमीदृशं कर्तु, जने नाथ भवादृशाम् ॥२१॥
હે કરૂણારૂપી અમૃતના સમુદ્ર! હે નાથ આપના શરણને પ્રાપ્ત થયેલા અને દીન એવા જનને વિષે આપના સરખા ત્રિભુવનના નાથને આવા પ્રકારે કરવું તે યુક્ત નથી. અર્થાત હવે મને ભવસમુદ્રથી તારવામાં વિલંબ કરે તે ઠીક ન કહેવાય. ૨૧.