________________
(૧૦૧), હે વીતરાગ ! સંસારમાં જન્મમરણની પરંપરામાં દુર્લભ જે તમારા દર્શન વડે કરીને મારે તમામ ઉત્તમ ચીજો મળી-ચિંતામણી તથા કલ્પવૃક્ષ કામધેનુ, કામકુંભ અને તમામ દેવતાઓ પ્રસન્ન થાય તેમ માનું છું અથવા પ્રબલ કાર્ય સાધવામાં ઉપર લખેલ તમામ જોડાઈ ગયાં, એમ માનું છું. ૧૫. अस्मिन्भवे परभवे निखिलेऽपि देव,
पापानि यानि विहितान्यहितप्रदानि । वाकायमानसभवानि मयाऽतिमौढयात्
त्वदर्शनेन विफलानि भवन्तु तानि ॥१६॥ હે દેવ ! અતિ અજ્ઞાનથી મન, વચન અને કાયાથી થયેલી અને અહિતને કરનારી આ ભવમાં અને પરભવમાં થયેલા પાપે આપનાં દર્શનથી નિષ્ફળ થાઓ. ૧૬.
त्वन्मूर्तिर्दृदिजागतिरागार्तिहरणक्षमा । ममचित्ते जगन्नाथ । प्रार्थये किमतः परम् ॥१७॥
હે પરમાત્મા ! મારા ચિત્તને વિષે રાગની પીડાને દૂર કરવામાં સમર્થ તમારી મૂર્તિ જાગ્રત છે. તે પછી બીજું કાંઈ માગવાનું રહેતું જ નથી. ૧૭.
श्री पाश्वतीर्थनाथं प्रशमरसमयं केवलानन्दयुक्तं । वामेयंपाश्चयक्षः सुरवरसहितैः सेवितं भूरिभक्त्या ॥ यस्यस्नात्राभिषेक पृथुतरकमलै निर्जरा यादवास्युः। ख्यातं शंखेश्वरंतंत्रिभुवन विहितख्यात कीर्तिनमामि॥१८॥