________________
૭૮
શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપ-ગુણ-સંગ્રહ વિક્લેજિયના ૬ ભેદ–બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચઉરિંદ્રિયના પર્યાપ્તા અને અપર્યાપ્તા ગણતાં ૬ ભેદ થાય.
પંચેન્દ્રિય તિય“ચના ર૦ ભેદ– જલચર, ૨ થી ૪ સ્થલચરના ત્રણ (૧) ચતુષ્પદ (૨) ઉરપરિસર્પ અને (૩) ભુજ પરિસર્ષ અને ૫ બેચર, એ પાંચ ગર્ભજ અને સંમૂચ્છિમ એમ બે બે ભેદ હોય તેથી પર=૧૦ ભેદ થાય. તે ૧, પર્યાપ્તા અને ૧૦ અપર્યાપ્તા ગણતાં ૧૦૪૨=૨૦ ભેદ થાય.
મનુષ્યના ૩૦૩ ભેદ-ભરત, ૫ ઐરાવત અને ૫ મહાવિદેહ એ ૧૫ કર્મભૂમિ; ૫ હિમવંત, ૫ હિરણ્યવંત, ૫ હરિવર્ષ, ૫ રમ્ય, ૫ દેવકુ અને ૫ ઉત્તરકુરુ એ ૩૦ અકર્મભૂમિ તથા પદ અંતપિ મળી કુલ ૧૫+૩+૫૬= ૧૦૧ ક્ષેત્ર. તે ૧૦૧ ગર્ભજ પર્યાપ્ત અને ગર્ભજ અપર્યાપ્ત મળી ૨૦૨ થાય અને ૧૦૧ સંમૂછિમ (ગર્ભજ મનુષ્યના મળ-મૂત્રાદિ ૧૪ અશુચિ સ્થાનમાં ઉત્પન્ન થનારા) મનુષ્યના ભેદ મળી ૩૦૩ ભેદે મનુષ્યના થાય,
નારકીના ૧૪ ભેદ–૧ ઘમ્મા, ૨ વંશા, ૩ શૈલા, ૪ અંજના, ૫ રિષ્ટા, ૬ મઘા અને ૭ માઘવતી એ સાત નારકના પર્યાપ્તા અને અપર્યાપ્તા મળી ૧૪ ભેદ થાય. અહિં અપથપ્તા તે ઉત્પત્તિ સમયની અપેક્ષાએ=કરણ અપર્યાપ્તની અપેક્ષાએ સમજવા. લબ્ધિની અપેક્ષાએ તે દરેક નારકી લબ્ધિપર્યાપ્ત હોય છે.
દેવતાના ૧૯૮ ભેદ–૧૦ ભવનપતિ, ૧૫ પરમધાર્મિક, ૮ વ્યંતર, ૮ વાણવ્યંતર, ૧૦ નિયંભિક, પચર તિષ ૫ સ્થિર તિષ, ૩ કિલબીષિક, ૯ કાંતિક, ૧૨ વૈમાનિક