________________
શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપ-ગુણ-સંગ્રહ
જીવ ને પવત બે પરદેશી ગણાય. સંતેષી ને શીલવાન બે સાધુ કહેવાય. અન્ન ને પાણી બે છત્ર કહેવાય. સાધુ ને જળ બે નિર્મળ કહેવાય. બકરે ને માંકડ બે ગરીબ કહેવાય. દીકરીને બાપ ને કરજદાર એ બે હાર્યા કહેવાય.
સાત ના વિચાર ૧ નગમનય, ૨ સંગ્રહનય, ૩ વ્યવહારનય, ૪ ઋજુસૂત્રનય, ૫ શબ્દનય, ૬ સમભિરૂઢનય, અને ૭ એવંભૂતનય. એ સાત નય છે.
૧ નૈગમનય–આ નય પદાર્થના અંશને ગ્રહણ કરે છે. જેમકે નિગદના જીવને અંશ જ્ઞાન છે, છતાં તેને જ્ઞાન કહે વાય છે. તેમ જેમાં જેમાં અંશ વસ્તુની સત્તા હોય તો પણ તેમાં આખું માને, તે નિગમનયને મત છે. જેમ માટી છે, પણ તેમાં ઘટ થવાની સત્તા છે, તેથી તેમાં ઘટ માને છે. તે નગમનય ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણેય કાળને માને છે.
૨ સંગ્રહનય–આ નય સત્તાગ્રાહી છે. એટલે દરેક જીવ સત્તામાં સરખા છે. સામાન્ય માત્રને ગ્રહણ કરવાવાળું જ્ઞાન સંગ્રહનમાં છે. એટલે સંપૂર્ણ વિશેષપણું સરખું હેય એટલે નગમનની જેમ ન માને. જેમ એકઠી કરેલી વસ્તુ, બગીચો, સેના, ફેજ તેમ ઘરની સામગ્રી એકઠી કરેલી હોય તે ઘર માને.
૩ વ્યવહારનય–બાહ્યગુણગ્રાહી સંગ્રહનય જેમ માને તેમ ન માને, પણ ઘરની ક્રિયા શરૂ થાય તે જ ઘર માને.