________________
ગની આઠ દષ્ટિ
નિત્ય હોય તે રત્નની કાંતિ સમાન હેય, લેશમાત્ર બ્રાન્તિ ન હોય. તત્વાર્થરૂપ સૂક્ષમધનું યથાર્થ જ્ઞાન હોય. સરળ બુદ્ધિ હોય. આ દષ્ટિવંત પ્રાણીને સંસારની સર્વ ચેષ્ટા બાળકેએ બનાવેલા ધૂળના ગૃહની જેમ અસત્ય ભાસે છે. નીચે મુજબ ગુણે પ્રગટ થાય છે.
ચંચળતા ચાલી જાય છે. સ્થિરતા પ્રગટે છે પ્રાયાગ રહિત હેય. મળ-મૂત્ર ઓછા થાય, ભવ્યતા સુંદર દેખાય. કંઠ સુંદર થઈ જાય. દરેક જીવ ઉપર મિત્રતા રહે. પાંચ ઈન્દ્રિએના વિષયમાં આસક્ત ન થાય. ધમને પ્રભાવ વિસ્તારે. શરૂ કરેલું કાર્ય પૂર્ણ કરવાની ધીરતા હોવાથી ઈચ્છિત વસ્તુ મેળવી શકે. મનુષ્યને પ્રિય લાગે. ઉદયમાં આવેલા સુખ દુઃખ આવતા દબાઈ જતા નથી. મારા-તારાપણું નીકળી જાય. સમસ્ત વિશ્વને કુટુંબ જ માને. આ દષ્ટિમાં તત્ત્વજ્ઞાનને જ સાર માને અને સંસારના સર્વ ઉપાય-પ્રપંચને અસાર માને, દર્શન મોહિનીય કર્મના ક્ષપશમ અથવા ઉપશમથી આ દષ્ટિ હોય છે.
૬ કાંતાદષ્ટિ–આ દષ્ટિમાં આકાશના તારા સરખે જ્ઞાનનો પ્રકાશ હોય. જેમ તારાના પ્રકાશને અભાવ થતું નથી, તેમ જ્ઞાનને અભાવ થતું નથી, તત્વની જ વિચારણા હોય છે. તત્વ ઉપર દઢ ધારણા હેય, અન્યકૃત (મિથ્યાકૃત) ની લેશમાત્ર વાસના ન હોય.
જેમ પતિવ્રતા સ્ત્રીનું મન ઘરના અન્ય કાર્યો કરવા છતાં પણ પિતાના પતિ સાથે જોડાયેલું હોય, તેમ કાંતા દષ્ટિવાળે