________________
- पप
પગની આઠ દૃષ્ટિ ઉપજે, ગનાં બીજ આ દષ્ટિમાં ગ્રહણ કરે, શ્રી જિનેશ્વરદેવને શુદ્ધ પ્રણામ કરે. ભાવાચાર્યની સેવા કરે. સંસારથી ઉદાસીનતા; તેજ મોક્ષ પ્રાપ્તિ કરાવનાર છે એમ જાણે. દ્રવ્ય અભિગ્રહનું પાલન કરે. આગમવિધિપૂર્વક દાનાદિ આપે. બહુમાનપૂર્વક પુસ્તકે લખાવે. સિદ્ધાંત લખાવવામાં તથા જિનબિંબના પૂજ. નમાં દ્રવ્યાદિ સામગ્રી આપવામાં સાવધાન હોય. સિદ્ધાંતની વાચના આપનારને યોગ મેળવવા ઉદ્યમ કરે. વાચના આદિ પ્રાંચ પ્રકારને સ્વાધ્યાય કરે. ભાવ-આસ્થાદિકના કારણે વધારે તેના ચિંતવન અને ભાવનાની ચાહના કરે.
કેગના અંગની કથા સાંભળી રોમાંચિત શરીરયુક્ત થાય. આવા બાહ્ય સંગે મળવાથી વેગનું અવંચકપણું પ્રાપ્ત થાય. તેથી ધર્મનેહ પામે. ઉત્તમગુરુને યોગ પામી વંદનાદિ ક્રિયા કરે, તેનાથી મનના વિશુદ્ધપણારૂપ ગ અવંચક, વચન અને કાયાને નિરવઘ પ્રવર્તાવવારૂપ કિયા અવંચક અને કષાયાદિની હીનતા થવાથી શુભગતિ પ્રમુખ ફલની પ્રાપ્તિરૂપ ફળ અવંચક પણ થાય
અહિં અપૂર્વકરણના સમીપપણાથી સ્થિતિ અને રસમાં મંદપણે મિથ્યાત્વ ગુણસ્થાને હેય. - ૨ તારાદષ્ટિ આ દષ્ટિમાં બોધ ગેમય–અગ્નિછાણના અગ્નિ સરખે બોધ હોય છે. જેમ છાણાને અગ્નિ ધીમે ધીમે વધે તેમ બધ વધતો જાય. તેનાથી મન નિર્મળ રહે, સંતોષ પ્રાપ્ત થાય, તપ કરે, વાધ્યાય કરે, પરમાત્માનું ધ્યાન કરે. પાંચ યમ પાળે, ક્રિયામાં ઉદ્વેગન પામે, ગુણતત્વની જિજ્ઞાસા