________________
૧૪
શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપ ગુણ-સંગ્રહ ૫ મિશ્યામતિવાળાઓને પરિચય કરે તે મિશ્યામતિ પરિચય,
આઠ પ્રભાવક જેઓ જૈનશાસનની પ્રભાવના કરે, પ્રભાવ ફેલાવે તે પ્રભાવક આઠ છે. તે નીચે પ્રમાણે
૧ પ્રાથમિકજૈન શાસ્ત્રના સંપૂર્ણ જાણ. ૨ ધર્મથી–ધર્મને ઉપદેશ આપવામાં પૂરા હોંશીયાર,
૩ વાદી–જેને મત સામેના વાદમાં સામા પક્ષને સ્યાદ્વાદથી જીતી લેનાર.
૪ નૈમિત્તિક-તિષ વગેરે અષ્ટાંગનિમિત્ત શાસ્ત્રના જ્ઞાનના બળથી પણ શાસનની ઉન્નતિ કરે તે.
૫ તપસ્વી-છ બાહ્યા અને છ અભ્યતર તપ વડે કરીને શાસનને પ્રભાવ ફેલાવે.
૬ વિદ્યા–મંત્રથી બલવાન-ચમત્કારિક વિદ્યાના બળથી શાસનની પ્રભાવના કરે. જેમ શ્રી વજીસ્વામિએ દુર્ભિક્ષના વખતે સંધને બૌદ્ધ દેશમાં લઈ જઈ જીવાડ્યો અને બૌદ્ધ રાજ્યમાં શ્રી સંઘને જિનપૂજા માટે ફેલે મળતાં હતાં તેથી વિદ્યાના બળથી ફૂલે લાવી રાજાને જૈનધમ બનાવે.
૭ સિદ્ધ=સિદ્ધિસંપન્ન. કાલિકાચાર્યની પેઠે ચૂર્ણ, અંજન વગેરેના પ્રભાવથી બળવાન હેય.
૮ મહાકવિ-ચમત્કારિક કાવ્યની રચના વડે સિદ્ધસેન દિવાકરની માફક રાજા ઉપર પ્રભાવ પાડી શાસનની પ્રભાવના કરે,