________________
છ અઠ્ઠાઈનું સ્તવન
૨૯૧
દાળ ૭ મી.
(લીલાવંત કુવર ભલે-એ દેશી) સોહમ કહે જંબૂ પ્રત્યે, જ્ઞાનાદિ ધર્મ અનંત રે વિનીત, અર્થ પ્રકાશ્ય વીરજી તેમ મેં, રચિયે સિદ્ધાંત છે,
વિપ્રભુ આગમ ભલે વિશ્વમાં, ૧ પડ લાખ ત્રણસે તેત્રીસ, એગુણા આઠ હજાર રે, વિ૦ પીસ્તાલીશ આગમતણી, સંખ્યા જગ આધાર રે. વિ.
પ્રભુ આગમ૨ આથમે જિન કેવલિ રવિ, સુત્ત દીપકથી વ્યવહાર રે વિ. ઉભય પ્રકાશક સૂત્રને, સંપ્રતિ બહુ ઉપકાર છે. વિ.
પ્રભુ આગમ૦ ૩ પુણ્યક્ષેત્રમાં સિદ્ધગિરિ, મંત્રમાંહી નવકાર રે, વિ, શુકલ યાન છે દયાનમાં, કલ્પસૂત્ર તેમ સાર રે. વિ.
પ્રભુ આગમ. ૪ વીર વર્ણન છે જેહમાં, શ્રી તપ તસુ સેવ રે, વિ. છP તપે કલ્પસૂત્ર સુણે મુદા, ઉચિત વિધિ તતખેવ રે. વિ.
પ્રભુ આગમ. ૫ ઢાળ આઠમી
(તપ શું રંગ લાગે-એ દેશી) નેવું સહસ સંપ્રતિ નૃપે રે, ઉદ્વર્યા જેન પ્રાસાદ રે, છત્રીશ સહસ નવા કર્યા રે, નિજ આયુ નિવાદ રે. મનમેં દે રે, પૂજે પૂજે રે મહદય પર્વ મહત્સવ મટે છે. ૧