________________
શ્રી માણિકય સ્વામીનું સ્તવન
૨૮૫
સાખી મદદરી મહારાણીએ, મૂર્તિ અતિ મહાર દરિયામાં પધરાવી છે, કાઢે ત્યાંથી બહાર
પૂજે પ્રજા સાથે પૂરણ પ્રેમથી રે; તેથી સુખ શાંતિ થાશે અપાર ચાલે. ૯
સાખી લવણાધિપ આરાધવા, સમુદ્રની પાસે જાય; પુર્વે પ્રસન્ન થયા દેવતા, આપે પ્રતિમા લાય,
રતે તૈલિંગ દેશે કુલપાક આવતાં રે, પ્રતિમા સ્થિર થઈ ગઈ તતકાળ, ચાલે૧૦
સાખી તિહાં જિનભવન કરાવીને, ભરીને મુક્તાથાળ; પધરાવે પ્રભુ પ્યારથી, મહત્સવ કરે ભૂપાળ,
આપે પૂજા માટે બારે ગામ ભાવથી રે; થાય રેગની શાંતિ દેશમાં તે વાર. ચાલ૦ ૧૧
તરણતારણ માણિક પ્રભુ, મહિમા જગ મશહુર યાત્રાળુ યાત્રા કરે, કરે કર્મ ચકચૂર..
ધર્મ-દોલત દાતાર પ્રભુને ઓળખી રે, નમે હંસ ગુરુ તણે શિષ્ય મુનિ કપૂર ચાલે. ૧૨