________________
૨૫૪
શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપ ગુણ-સંગ્રહ
સાતવાર શ્રી કલ્પસૂત્ર, જે સુણે ભવિ પ્રાણ ગૌતમને કહે વીરજિન, પરણે શિવરાણી. ૧૦ કાલિકસૂરિ કારણે એ, પજુસણ કીધા; ભાદરવા સુદિ ચૂથમાં, જિનકારજ સિદ્ધાં. ૧૧ પંચમી કરણી ચેાથમાં, જિનવર વચન પ્રમાણે, વીર થકી નવશે એંશી, વરસે તે આણે, ૧૨ શ્રી લક્ષમીસાગરસૂરીશ્વરૂએ, પ્રમાદસાગરસુખકાર; પર્વ પજુસણ પાલતાં, હવે જય જયકાર. ૧૩
[ ૨ ] શ્રી શત્રુંજય શણગાર હાર, શ્રી આદિનિણંદ નાભિરાયા કુલ ચંદ્રમા, મરૂદેવા નંદ. ૧ કાશ્યપ ગોત્ર ઈવાકુવંશ, વિનીતાને રાય; ધનુષ પાંચસે દેહમાન, સેવન સમ કાય. ૨ વૃષભ લંછન ધુર વંદીએ એ, સંઘસકલ શુભ રીત; અાઈધર આરાધીયે, આગમ વાણી વિનીત. ૩
પ્રણમું શ્રી દેવાધિદેવ, જિનવર શ્રી મહાવીર સુર-નર સેવે શાંત દાંત, પ્રભુ સાહસ વીર. ૧ પર્વ પર્યુષણ પુણ્યથી, પામી ભવિ પ્રાણ; જનધમ આરાધિ, સમકિત હિત જાણી. ૨ શ્રી જિનપ્રતિમા પૂજીએ એ, કીજે જન્મ પવિત્ર જીવ જતન કરી સાંભ, પ્રવચનવાણી વિનીત. ૩.